સોમવારે મોડી સાંજે તૌક્તે વાવાઝોડું પ્રચંડ પવનો સાથે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકિનારે ટકરાયું હતું. ઉના, વેરાવળ, જાફરાબાદ અને કોડિનાર જેવાં દરિયાકિનારનાં સ્થળોએ પવનોની ગતિ 130 કિમીની ઝડપને આંબી ગઈ હતી. ઠેરઠેર વૃક્ષો ધરાશાયી થઈ ગયાં હતાં, મોજાઓ 8થી 10 ફૂટ ઉછળ્યાં હતાં.
વાવાઝોડાની સૌથી વધુ અસર ઉના, દિવ, અમરેલી, ભાવનગરમાં થઇ હતી. અહીં વાવાઝોડાએ ઘણું નુકશાન સર્જ્યું છે. સોમવારે રાત્રે તૌક્તે એ દિવમાં પ્રવેશ કર્યો હતો. દિવમાં 165કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું ત્રાટક્યું હતું. ત્યાર બાદ ગુજરાતમાં તૌક્તે એ તબાહી મચાવવાની શરૂઆત કરી છે.