તૌકતે વાવાઝોડાની સંભવિત અસરોને પહોંચી વળવા જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેક વિભાગોના સંકલનામાં રહી પૂરતી તૈયારીઓ કરવામાં આવેલ છે.જે તૈયારીઓની સમીક્ષા કરવા સાંસદ પૂનમબેન માડમ દ્વારા મોડી રાત્રે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર રવિશંકર,જિલ્લા વિકાસ અધિકારી વીપીન ગર્ગ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે તાકીદની બેઠક બોલાવી હતી.
તેમજ ઉપસ્થિત રહેલ અધિકારીઓ સાથે સાંસદએ વાવાઝોડાની સ્થિતિ અને તેની તૈયારીઓ અંગે ચર્ચા વિચારણા કરી હતી તેમજ વાવાઝોડા સંદર્ભે વિભાગો દ્વારા કરવામાં આવેલ કામગીરી અંગેની છેવટની વિગતો મેળવી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ બેઠકમાં પોલીસ અધિક્ષક દીપન ભદ્રન, અધિક કલેક્ટર રાજેન્દ્ર સરવૈયા, ડી.આર.ડી.એ. ડાયરેકટર રાયજાદા, નાયબ ચૂંટણી અધિકારી, પ્રાંત અધિકારી, કાર્યપાલક ઈજનેર, નાયબ માહિતી નિયામક સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.