Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતડોકટરો માટે ગામડાંઓમાં સેવા ફરજીયાત બનાવો: હાઇકોર્ટ

ડોકટરો માટે ગામડાંઓમાં સેવા ફરજીયાત બનાવો: હાઇકોર્ટ

- Advertisement -

રાજયના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનું પ્રમાણ વધી રહ્યું છે. બીજી બાજુ વહીવટી તંત્ર મહેનત કરે છે છતાં પણ ગામડાંઓમાં તાલીમ પામેલો મેડીકલ સ્ટાફ મળતો નથી. આ સ્થિતિમાં શહેરોના ડોકટરોને ગામડાંઓમાં સેવાઓ માટે ફરજીયાત રીતે મોકલવા જોઇએ. એમ રાજયની વડી અદાલતે સોમવારે જણાવ્યું છે.

- Advertisement -

કોરોના અંગેની સુઓમોટુ અરજીની સુનાવણી દરમ્યાન ન્યાયમુર્તિ બેલા ત્રિવેદી અને ન્યાયમૂર્તિ ભાર્ગવ કારિયાની બેન્ચે જણાવ્યું છે કે, રાજયના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના ઝડપથી પ્રસરી રહ્યો હોય અદાલત ચિંતિત છે. ગામડાંઓમાં કોરોના ટેસ્ટની પુરતી વ્યવસ્થાઓ નથી. ટેસ્ટના રિપોર્ટ વિલંબથી મળી રહ્યા છે. જેને કારણે દર્દીને સારવાર મળવામાં મોડું થાય છે.

અદાલતની આ ટિપ્પણી પછી સરકારે ટેસ્ટ સુવિધા માટેની વિગતો રજુ કરી ત્યારે અદાલતે કહ્યું કે, અમે આંકડાઓ પાછળ જઇશું નહીં. એમ પણ કહ્યું કે, જમીની સ્તર પર ટેસ્ટીંગ, રેમડેસિવિર ઇંજેકશનની ઉપલબ્ધતા અને ડોકટરો તથા નર્સ સહિતનો સ્ટાફ ગામડાઓમાં છે કે કેમ? રાજયના ગામડાંઓમાં પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પુરતો સ્ટાફ અને દવાઓ છે કે કેમ? આ ઉપરાંત ગામડાંઓમાં ઓકિસજન અને વેકસીનેશનની શું વ્યવસ્થા છે?

- Advertisement -

રાજય સરકારના પ્રતિનિધિએ એકરાર કર્યો કે, શહેરોની સરખામણીએ ગ્રામ્ય વિસ્તારોમાં પર્યાપ્ત સુવિધાઓ નથી અને તેથી સરકાર ગામડાંઓ પર ધ્યાન આપી રહી છે. ત્યારબાદ વડીઅદાલતે એમ કહ્યું કે,આગામી 24મી એ રાજયના ગામડાંઓના પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્રોની સંપુર્ણ વિગતો અદાલત સમક્ષ રજુ કરવામાં આવે. આ બધી વિગતો કાગળ પર છે કેે, વાસ્તવિક? તે અંગે પણ ખુલાસો કરવાનો રહેશે.

સરકારના પ્રતિનિધિએ કહ્યું કે ગામડાંઓમાં સેવા કરવા માટે સરકારને પ્રયત્ન કરવા છતાં ડોકટરો મળતાં નથી. અદાલતે જણાવ્યું કે, સરકારે ટેલી મેડિસીનનો પ્રયોગ કરવો જોઇએ. આ ઉપરાંત ડોકટરો માટે ગામડાંઓમાં ફરજ બજાવવાનું ફરજીયાત કરવું જોઇએ. અદાલતે એમ પણ કહ્યું કે, ગામડાંઓમાં દરરોજ ચાર-પાંચ લોકો મૃત્યુ પામે છે. તેઓને એ પણ ખબર હોતી નથી કે, તેઓને કોરોના હતો કે કેમ?

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular