આગમી બે કલાકમાં ગુજરાતીઓ માટે મોટી આફત આવવા જઈ રહી છે. ત્યારે રાજ્ય સરકારે તમામ પ્રકારની મુશ્કેલીઓ સામે લડવા અંગે ખાતરી આપી છે. તાઉ તે વાવાઝોડું રાત્રે 8થી11ની વચ્ચે ગુજરાતમાં ત્રાટકશે તેવું જણાવવામાં આવી રહ્યું છે. દિવથી માત્ર 90કિમી દુર છે. આ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી વિજય રુપાણી સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી. તેમજ ગૃહમંત્રી અમિત શાહે પણ મુખ્યમંત્રી સાથે વાવાઝોડાની તૈયારીઓ સંદર્ભે ચર્ચા કરી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સીએમ વિજય રૂપાણી સાથે વાવાઝોડાની તૈયારી સંદર્ભે ચર્ચા કરી છે. પીએમએ તમામ મદદની ખાતરી પણ આપી છે. સાયક્લોનની તબાહીથી બચવા માટે સરકાર દ્રારા લોકોનું સ્થળાંતર સહીતની તમામ તૈયારીઓ કરવામાં આવી છે. હાલ વાવાઝોડું દિવથી માત્ર 78કિમી દુર છે. વાવઝોડાની સૌથી વધુ અસર ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, પોરબંદર અને જુનાગઢને થશે. તો દ્રારકા, જામનગર, રાજકોટ સહીતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની શક્યતાઓ છે.