Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતવાવાઝોડું ગુજરાતથી માત્ર ૯૦કિમી દુર, અહીં 11 નંબરનું સિગ્નલ લગાવાયુ

વાવાઝોડું ગુજરાતથી માત્ર ૯૦કિમી દુર, અહીં 11 નંબરનું સિગ્નલ લગાવાયુ

- Advertisement -

- Advertisement -

ગુજરાતમાં રાત્રે 8 થી10 વાગ્યા વચ્ચે વાવાઝોડું ટકરાય તેવી હવામાન વિભાગે આગાહી આપી છે. સૌરાષ્ટ્રમાં ભારે પવન ફૂંકતા વાતાવરણ ભયાવહ બન્યું છે. તાઉતે વાવાઝોડું દિવથી માત્ર ૯૦ કિમી દુર છે. ત્યારે પવનની ઝડપ પણ વધી છે. ત્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાનું શરુ થઇ ગયું છે. વાવાઝોડાની ઝડપ પણ વધીને 70કિમી પ્રતિ કલાક થઇ છે.સવારે 15કિમી પ્રતિ કલાકની ઝડપ હતી. વાવાઝોડાના પરિણામે મોટા ભાગના બંદરો પર 9-10 નંબરના સિગ્નલ લગાવી દેવામાં આવ્યા છે. ત્યારે અલંગ અને ભાવનગરના બંદરો પર 11 નંબરનું સિગ્નલ લગાવ્યું છે. જે અતિ ભયજનક સ્થિતિ સૂચવે છે.

તાઉ તે વાવાઝોડાની અસર સૌરાષ્ટ્ર સહીત ગુજરાત ભરમાં દેખાઈ રહી છે. તમામ દરિયા કિનારાના વિસ્તારો પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે ગીર સોમનાથના દરિયામાં કરંટ સાથે મોજા ઉછળી રહ્યા છે.  દીવથી 20 કિ.મી. પૂર્વમાં રાત્રે 8થી 11ની વચ્ચે આવશે. જ્યારે આવશે ત્યારે વાવાઝોડાની ઝડપ 155થી 165 કિ.મી.ની હશે. હાલ રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે. વલસાડથી સૌરાષ્ટ્ર સુધી ભારે વરસાદ પડી શકે છે. વાવાઝોડાની અસર ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, પોરબંદર અને જૂનાગઢ જિલ્લાને વધારે થશે. આ ઉપરાંત દક્ષિણ અમદાવાદ, આણંદ અને મોરબીમાં પણ તેની અસર જોવા મળશે. લોકોને બે દિવસ સુધી ઘરની બહાર ન નીકળવાની પણ અપીલ કરવામાં આવી છે.

- Advertisement -

 તાઉ-તે વાવાઝોડું ગુજરાત તરફ ઝડપભેર આગળ વધી રહ્યું છે. જેની સંભવિત અસર પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર, રાજકોટ, મોરબી, જામનગર, દ્વારકા, સુરેન્દ્રનગર, બોટાદ અને કચ્છમાં થવાની છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular