Monday, December 23, 2024
Homeબિઝનેસભારતીય શેરબજારમાં બેન્કિંગ સેક્ટરની આગેવાની હેઠળ તેજી તરફી માહોલ…!!

ભારતીય શેરબજારમાં બેન્કિંગ સેક્ટરની આગેવાની હેઠળ તેજી તરફી માહોલ…!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૭.૦૫.૨૦૨૧ ના રોજ…..

- Advertisement -

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૮૭૩૨.૫૫ સામે ૪૮૯૯૦.૭૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૮૯૨૩.૧૩ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૭૦૫.૨૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૪૮.૧૮ પોઈન્ટના ઉછાળા સાથે ૪૯૫૮૦.૭૩ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૭૧૪.૯૫ સામે ૧૪૭૬૨.૩૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૪૭૪૪.૦૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૧૫.૯૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૪૦.૪૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૪૭૧૪.૯૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

કોરોનાની અત્યંત ઘાતક નીવડી રહેલી બીજી લહેરના પરિણામે દેશભરમાં મોટાભાગના રાજયોમાં લોકડાઉન લાગુ કરવાની પડી રહેલી ફરજ અને હવે દેશવ્યાપી લોકડાઉન કેન્દ્ર સરકાર દ્વારા જાહેર થવાની અટકળો વચ્ચે દેશમાં બેરોજગારી મોટાપાયે વધવાના એંધાણે અને કોરાનાને અંકુશમાં લેવા વેક્સિનેશનને વેગ આપવાની આવશ્યકતા વચ્ચે આજે બેંકિંગ-ફાઈનાન્સ શેરોની આગેવાનીમાં તેજીનું તોફાન કરી મૂક્યું હતું. ભારત ગંભીર કોરોના સંકટમાં ફસાયો હોઈ અત્યારે આ સંકટમાંથી બહાર આવવું મુશ્કેલ બની જતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા યુદ્વના ધોરણે વિશ્વમાંથી જે દેશો પાસેથી મદદ મળી શકતી હોય એ મેળવવા અને દેશના ઉદ્યોગપતિઓ, સરકારી તંત્ર તમામને કામે લગાડવા થઈ રહેલા પ્રયાસોના પરિણામ સારા આવવા લાગી દેશમાં કોરોના સંક્રમણના આંકડા અંકુશમાં આવી રહ્યાના સંકેતો અને દેશના અર્થતંત્રને ખાસ મોટો ફટકો નહીં પડવાના અમુક નિષ્ણાંતોના અભિપ્રાય વચ્ચે આજે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી.

- Advertisement -

બેંકિંગ-ફાઈનાન્સ ક્ષેત્રે સૌથી મોટી ચિંતા ઉપજાવનારા આ સંકટમાં અગાઉ બેંકોએ લોકોની લોનો માફ કરવા મામલે સરકાર સાથે મોટી મડાગાંઠ કરીને બેંકોની લોનોડૂબત ન બને એ પ્રયાસ બાદ આ વખતે ફરી લોનો માફ કરવાનો વખત ન આવે એ માટે આગોતરા પ્રયાસ કરવા લાગતાં ફંડોએ આજે બેંકિંગ શેરોમાં તેજીનું તોફાન મચાવીને સેન્સેક્સને ૪૯૫૦૦ની સપાટી અને નિફટી ફ્યુચરે ૧૪૯૫૦ની સપાટી પાર કરી હતી. આગામી દિવસોમાં કેન્દ્રિય નાણા મંત્રાલય ઉદ્યોગો માટે સ્ટીમ્યુલસ પેકેજ જાહેર કરે એવી બતાવાતી શકયતાએ પણ ફંડોએ આજે આક્રમક તેજી કરી હતી.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૬૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૬૧% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર હેલ્થકેર અને ટેલિકોમ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૫૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૦૫૧ અને વધનારની સંખ્યા ૨૦૯૯ રહી હતી, ૨૦૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૧૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૯૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, વર્તમાન નાણાં વર્ષ માટે મૂડી’સે ભારતના આર્થિક વિકાસ દરના અંદાજમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે અને દેશના સોવેરિન રેટિંગને અપગ્રેડ કરવાનું હાલમાં નકારી કાઢયું છે. રાજકોષિય ખાધ વધવાની પણ ચેતવણી ઉચ્ચારવામાં આવી છે. વર્તમાન નાણાં વર્ષ ભારતનો આર્થિક વિકાસ દર જે અગાઉ ૧૩.૭૦% રહેવા મૂડી’સ ઈન્વેસ્ટર્સ સર્વિસિઝે અંદાજ મૂકયો હતો તેમાં હવે ઘટાડો કરીને ૯.૩૦% કરાયો છે. 

કોરોનાની બીજી લહેરને કારણે દેશના વિવિધ રાજ્યો દ્વારા લાગુ કરાયેલા નિયમનકારી પગલાંઓને કારણે માલસામાનના ઉત્પાદનો તથા પૂરવઠા પર ખલેલ પડી છે. કોરોનાની બીજી લહેરની નેગેટિવ અસરને ધ્યાનમાં રાખી અંદાજમાં ઘટાડો આવી પડયો છે એમ મૂડી’સ દ્વારા એક નિવેદનમાં જણાવાયું છે. આર્થિક વિકાસ દરમાં ઘટાડાને જોતા ભારત સરકારની રાજકોષિય ખાધ વર્તમાન નાણાં વર્ષના અંતે ૧૧.૮૦% રહેવા ધારણાં મૂકવામાં આવી છે જે અગાઉ ૧૦.૮૦% મુકાઈ હતી. આ સાથે આગામી દીવસોમાં ભારતના એપ્રિલ મહિના માટેના હોલસેલ ફુગાવાના જાહેર થનારા આંક પર ભારતીય શેરબજારની નજર રહેશે.

તા.૧૮.૦૫.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….


તા.૧૭.૦૫.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૪૯૫૫ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૪૮૦૮ પોઈન્ટના પ્રથમ અને ૧૪૭૩૭ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૫૦૦૮ પોઈન્ટ થી ૧૫૦૮૮ પોઈન્ટ ૧૫૧૦૫ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૫૦૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૧૭.૦૫.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૩૫૮૦ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૩૦૦૮ પોઈન્ટના પ્રથમ અને ૩૨૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૩૬૭૬ પોઈન્ટ થી ૩૩૮૦૮ પોઈન્ટ, ૩૪૦૦૮ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૪૦૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • પિડિલાઈટ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૮૯૩ ) :- સ્પેશિયાલીટી કેમિકલ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૮૬૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૮૪૪ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૯૦૯ થી રૂ.૧૯૧૯ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૯૩૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • ટાઈટન લિમિટેડ ( ૧૪૭૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૪૪૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૪૩૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૪૮૮ થી રૂ.૧૫૦૩ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • હેવલ્સ ઇન્ડિયા ( ૧૦૩૩ ) :- રૂ.૧૦૦૮ નો પ્રથમ તેમજ રૂ.૯૯૦ ના બીજા સપોર્ટથી ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ પ્રોડક્ટ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૦૫૩ થી રૂ.૧૦૭૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • વોલ્ટાસ લિમિટેડ ( ૯૮૪ ) :- કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૯૯૭ થી રૂ.૧૦૦૮ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૯૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ટીવીએસ મોટર ( ૬૨૧ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૦૬ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક 2/3 વ્હીલર્સ સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૬૩૪ થી રૂ.૬૪૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • અદાણી એન્ટરપ્રાઇઝ ( ૧૨૯૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટ્રેડીંગ & ડિસ્ટ્રિબ્યુશન સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૩૩૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૨૮૦ થી રૂ.૧૨૬૬ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૭૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • એસ્કોર્ટસ લિમિટેડ ( ૧૧૪૧ ) :- રૂ.૧૧૭૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૧૮૦ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૧૨૭ થી રૂ.૧૧૦૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૧૯૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • બર્જર પેઈન્ટ ( ૭૬૯ ) :- ફર્નિચર, ફર્નીશિંગ, પેઇન્ટ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૭૮૭ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૭૫૩ થી રૂ.૭૪૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • ભારત ફોર્જ ( ૬૫૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૬૭૬ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૬૪૦ થી રૂ.૬૨૬ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૬૯૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • સન ટીવી ( ૫૨૫ ) :- ૫૪૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૫૬૦ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૫૦૭ થી રૂ.૪૯૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૫૭૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular