વસ્તાભાઇ કેશવાલા (ટ્રસ્ટી સમર્પણ હોસ્પિટલ) સૌરાષ્ટ્રની શ્રેષ્ઠ ચેરિટેબલ હોસ્પિટલના નિર્માણ માટે (સમર્પણ હોસ્પિટલ) 40 થી 50 એકરના વિશાળ એરિયામાં એક જ વિસ્તાર એમ.ડી. ડોક્ટરનું નિદાન , એક્સ-રે લેબોરેટરી એમ.આર.આઈ વિવિધ ઓપરેશન આ બધી સેવાઓ વ્યાજબી ફીમા ઉપલબ્ધ કરાવ્યું છે તેમજ શ્રેષ્ઠ આદર્શ ગીરની ગાયની ગૌશાળા ના નિર્માણ કર્યું છે. નાઘેડી પાસે લહેર તળાવને ફરીથી નયન રમ્ય બનાવ્યું છે. શાસ્ત્રમાં જેને મોટું દાન કીધું છે તે ’અન્નદાન’ની સેવા અવિરત રહી છે. જામનગરમાં જેની સૌથી અગત્યની જરૂરિયાત હતી તે અંતિમ સંસ્કાર માટે નાઘેડીમાં આદર્શ સ્મશાન નું નિર્માણ કાર્ય કર્યું છે.
રાજનભાઇ જાની (તપોવન ફાઉન્ડેશનના મેનેજીંગ શ્રેષ્ઠી અને મુંબઈના શેઠિયા) 3 સ્ટાર હોટલ જેવા વડીલો માટેના વાત્સલ્ય ધામ ના નિર્માણ કાર્ય ઉપરાંત વીજરખી જેવા ગ્રામ્ય વિસ્તારમાં સુંદર શિવ મંદિર , યજ્ઞશાળા અને સુંદર બગીચા સાથેના સંકુલના નિર્માણ કાર્ય કર્યા છે. પૂર્વ રાજ્યમંત્રીવસુબેન ત્રિવેદી અને પરેશભાઈ જાની( સાથી ટ્રસ્ટી) બધા સાથે મળીને કોરોનાગ્રસ્ત દર્દીને તેમના ઘર સુધી ગરમ ભોજન બંને ટાઈમ પહોંચાડવાની સેવા કાર્ય જ્યોત ચાલી રહી છે. (આ કાર્ય પરેશભાઈ જાની અને તેમની ટીમના કાર્યકર્તાઓ ખુદ જાતે ભોજન પહોંચાડે છે)
આર. કે. શાહ (જાણીતા ઉદ્યોગપતિ અને સમાજ સેવક) આર.કે ને જેમ મુંબઈના આર.કે સ્ટુડિયો માં એક પછી એક સુંદર ફિલ્મોનું નિર્માણ થયું તેવી જ રીતે આર. કે. શાહ હરિયા સ્કુલ , હરીયા કોલેજ, નવાનગર બેંક, કુંવરબાઇ ની ધર્મશાળા નું નવીનીકરણ , લીલાવતી નેચર ક્યોર આ બધા સુંદર પ્રકલ્પો નું નિર્માણ કરતાં રહ્યાં છે.
લીલાવતીબેનના તથા સુપુત્ર સોનિલભાઈની એક જ વર્ષમાં બંનેની વિદાય પછી ગાંધીજીની જેમ કે તા કે રોતા રોતા પણ રેંટિયો કાંત ( સેવા કાર્યમાં પ્રવૃત રહે) તે પ્રમાણે આપ ફરી સેવા કાર્યમાં જોડાઈ ગયા, સમાજસેવા માટે ની આપની કટિબદ્ધતા દર્શાવી છે.
ડો. જોગીન જોશી
પ્રતિમાબેન જોગીનભાઈ જોશી
( પૂર્વ પ્રિન્સિપાલ શિશુવિહાર હિન્દી હાઇસ્કુલ)


