જામનગર જી.જી.હોસ્પિટલમાં આજે બપોરે કોરોના બિલ્ડીંગના પ્રથમ માળે આઇસીયુમાં વેન્ટીલેટરમાં અકસ્માતે આગનું છમકલું થયું હતું. સદનસીબે કોઇ જાનહાની થઇ ન હતી.
જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલીક ધોરણે ઘટના સ્થળે દોડી ગઇ હતી અને આ આગને કાબૂમાં લેવાં પ્રયાસ કર્યો હતો.