Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરહાઇકોર્ટ દ્વારા નાયબ કલેકટર તેમજ મેડિકલ કોલેજના ડીનને કોર્ટમાં હાજર રહેવા નોટિસ...

હાઇકોર્ટ દ્વારા નાયબ કલેકટર તેમજ મેડિકલ કોલેજના ડીનને કોર્ટમાં હાજર રહેવા નોટિસ ઇસ્યૂ

કેન્ટીનનો કબજો કોર્ટનો ચુકાદો આવતાં જ તાત્કાલિક કોઇ નોટિસ વિના ખાલી કરાવવાના હાઇકોર્ટમાં અપીલ કરાઇ

- Advertisement -

જામનગરની એમ.પી. શાહ મેડિકલ કેન્ટીનનો મામલો વર્ષ 2006થી વિવાદમાં પરિણમ્યો છે. કેન્ટીનની માલિકી સરકારની હોવાના કારણે રમેશચંદ્ર એન્ડ કાું.ના નામથી સંચાલન કરતાં વિનોદચંદ્ર કનખરાને વિના કારણે ડે. કલેકટર દ્વારા કેન્ટીન ખાલી કરવાના મામલે કાયદાના દુરુપયોગ કરીને દિવસ-1માં કેન્ટીન ખાલી કરવાનો જાહુકમી ભર્યો હુકમ કરતાં અદાલતે અગાઉની ચાલુ કાર્યવાહીના કામે પ્રકરણની ગંભીરતાને ધ્યાને લઇ વીડીયો કોન્ફરન્સથી સુનાવણી હાથ ધર્યા બાદ સ્ટે. ઓર્ડરના પગલે મામલો થંભી ગયો હતો. પરંતુ તા. 28-4-2021ના રોજની આખરી સુનાવણી થઇ જતાં અદાલતે અપીલ ડિસ્મીસ્ડ કરી તાત્કાલિક ડે.કલેકટરનો તા. 31-8-15નો હુકમ કાયમ રાખ્યો હતો.

મજકુર હુકમની વિગતે કેન્ટીન દિવસ-30માં ખાલી કરવા અંગેનો સ્પષ્ટ હુકમ કરવામાં આવેલ છતાં ડે.કલેકટર દ્વારા અપીલના કામે જાહેર થયેલ તા. 29-4-21ના ચુકાદા બાદ દિવસ-30ની કાયદા મુજબ તેઓના પોતાના હુકમ અન્વયે રાહ જોયા વગર ચુકાદો આવ્યાના દિવસે જ પોલીસ સ્ટાફ તથા મામલતદાર કચેરી તેમજ હોસ્પિટલના સ્ટાફ સાથે મેડીકલ કોલેજ કેન્ટીન બપોરે 12:30 આસપાસ ચુકાદો જાહેર થયા પછીની ગણતરીની કલાકોમાં લગભગ 3:30 કલાક આસપાસ કોઇપણ પ્રકારની પૂર્વલેખિત નોટીસ કે સૂચના વગર ગેરકાયદેસર રીતે સ્થાનિકે આવીને પોલીસ સ્ટાફ દ્વારા કેન્ટીનમાં રહેલ ચાલુ ધંધાનો માલ-સામાન બહાર કાઢવાની ફરજ પાડેલ અને તે રીતે ચાલુ અદાલતી કાર્યવાહીમાં ખલેલ પહોંચાડી અગાઉના કેસમાં અદાલતે ફરમાવેલ મનાઇ હુકમ આજની તારીખે પણ ચાલુ હોય તે બાબતની જાણ હોવા છતાં કાયદાની પ્રક્રિયામાં ખલેલ પહોંચાડવા સબબ ક્ધટેમ્પ્ટ ઓફ ધ કોર્ટ એકટ, 1971 અન્વયે જરુરી તમામ દસ્તાવેજી પુરાવાઓ તથા કાયદાની વિસ્તૃત છણાવટ સાથે કલમ-15 (2) હેઠળ ગુજરાત હાઇકોર્ટને રેફરન્સ કરવા અંગે ક્ધટેમ્પ્ટ પિટીશન ઇ-મેઇલ મારફત દાખલ કર્યા બાદ હવે સમગ્ર મામલો બંધારણના આર્ટીકલ 226 તથા 227 હેઠળ ગુજરાત હાઇકોર્ટ રજૂ કરવામાં આવેલ છે. ગુજરાત હાઇકોર્ટે વીડીયો કોન્ફરન્સથી સુનાવણી હાથ ધરતાં, રજૂઆતોને ધ્યાને લઇ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ અધિકારી અને નાયબ કલેકટર, જામનગર તેમજ ડીન, મેડિકલ કોલેજ, જામનગરને તા. 16-6-2021ના રોજની હાજર રહેવા અંગેની નોટીસ ઇસ્યૂ કરી છે. આ કેસમાં જામનગરના જાણીતા ધારાશાસ્ત્રી મહેશ એ. તખ્તાણી, દર્શન એ. દવે, જીતેશ એમ. મહેતા તથા ભદ્રેશ એન. પરમાર રોકાયેલ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular