જામનગરમાં ઇલેકટ્રીક દુકાનને જીવન જરૂરિયાતની વસ્તુની દુકાનોની યાદીમાં સમાવેશ કરી ઇલેકટ્રીકની દુકાનોને સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધી ખુલ્લી રાખવા મંજૂરી આપવા જામનગર ઇલેકટ્રીક કોન્ટ્રાકટર એન્ડ ડિલર એસોસિએશન પ્રમુખ નિલેશ કગથરા દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.
જેમાં જણાવ્યું છે કે, હાલની કોરોના પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ગુજરાત સરકાર દ્વારા રાત્રી કર્ફયુ તેમજ આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની તમામ દુકાનો બંધ રાખવાનો જે નિર્ણય કરવામાં આવેલ છે. આ નિર્ણયમાં ઇલેકટ્રીકની દુકાનને જીવન જરૂરિયાતની વસ્તુની દુકાનમાં સમાવેશ કરવો જોઇએ કેમ કે, હાલમાં કોરોનાના દર્દીઓને જ્યુસ માટે મિક્સર અને બ્લેન્ડરની જરુર હોય, તેમજ હોસ્પિટલમાં સુવિધા વધતા લાઇટ પંખાની જરુરીયાત હોય, દર્દીને ગરમ પાણી પીવા માટે ઇલેકટ્રીક કેટલની પણ જરુરીયાત હોય, દર્દી હોસ્પિટલમાંથી પોતાના ઘરે જાય ત્યારે તેમના માટે ઓક્સિજન મશીન, પંખા, એસી જેવી ઇલેકટ્રીક સાધનો લગાવવા માટે ઇલેકટ્રીક પોઇન્ટમાં ફેરફાર કરવાની આવશ્યકતા રહે છે. તેના માટે ઇલેકટ્રીક માલ-સામાનની જરુર રહે છે. હાલમાં હોસ્પિટલમાં ઓવરલવોડ ઇલે. વપરાશ હોય તો તેમાં શોટ-સર્કિટ થતાં ઇલેકટ્રીક મેઇન્ટેનન્સ માટે પણ ઇલેકટ્રીક સાધનોની જરુરીયાત રહે છે, હાલમાં ક્ધસ્ટ્રકશન અને ઇન્ડસ્ટ્રીઝને જે છૂટ આપવામાં આવેલ છે. તેમાં રોજબરોજ ઇલેકટ્રીકની વસ્તુની જરુરીયાત રહે છે. જેથી ઇલેકટ્રીકની ઘણી બધી જગ્યાએ જરુરીયાત હોય છે.
આથી લોકોની સુવિધામાં વધારો થાય તે માટે ઇલેકટ્રીકની દુકાનને જીવન જરૂરીયાતની વસ્તુની દુકાનની યાદીમાં સમાવેશ કરી ઇલેકટ્રીકની દુકાનોની સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધી મંજુરી આપવા માંગણી કરાઇ છે.
ઇલેકટ્રીકની દુકાનને જીવન જરૂરિયાતની વસ્તુની દુકાનની યાદીમાં સમાવવા માંગણી
જામનગર ઇલેકટ્રીક કોન્ટ્રાકટર્સ એન્ડ ડિલર એસો. દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત