આજે જામનગરના પ્રભારી સચિવ નલિન ઉપાધ્યાય (પશુપાલન સચિવ)દ્વારા જામનગરમાં ચાલુ કરેલ કમ્યુનિટી કોવિડ કેર સેન્ટરની મુલાકાત કરવામાં આવી. તે અંતર્ગત તેઓએ ધુતારપર અને મોટી બાણુગાર ગામની મુલાકાત લીધેલી તેમજ ત્યાંના લોક પ્રતિનિધિ સાથે ચર્ચા કરી હતી અને દરેક ગામના તમામ સંક્રમિત લોકોને કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટરમાં એડમિટ કરાવી ઇન્ફેક્શનની ચેઈન તોડવા માટે જરૂરી પગલાંઓ લેવા જણાવેલ હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, જામનગર જિલ્લામાં મુખ્યમંત્રીના કોરોનામુક્ત ગામના અભિયાનને બહોળો પ્રતિસાદ મળ્યો છે. ગ્રામીણ વિસ્તારોમાં શાળાઓ, સમાજની વાડીઓ ખાતે કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર કાર્યરત કરવામાં આવેલ છે.