પુષ્પાંજલિ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દત્તક લેવાયેલા વિસ્તારોમાં રહેતાં જરૂરિયાતમંદો માટે રમઝાનના પવિત્ર માસ માટે વિવિધ કાર્યો સેવા કરાયા હતાં. જેમાં પરિવારોને ભોજન પુરું પાડવા સહિત તેમજ કરિયાણુ પહોંચાડવા સહિતની સેવા પ્રવૃત્તિ કરાઇ હતી.
પુષ્પાંજલિ એજ્યુકેશન અને ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ધારાબેન પુરોહિતના માર્ગદર્શન હેઠળ સંસ્થા દ્વારા દત્તક લેવાયેલા વિસ્તારમાં રહેતા અને જેઓ સાવ વૃદ્ધ છે, વિધવા બહેનો છે, નિ:સહાય છે અને છતાં સ્વમાની છે તેવા પરિવારોને સપનાબેન પરવેઝ તથા ઉષાબેન હરિયાણી દ્વારા રમજાનના પવિત્ર માસ નિમિત્તે ધર્મના સીમાડાને ઓળંગીને આ કપરા કાળમાં માનવધર્મને મોખરે રાખી જે દાન કરવામાં આવ્યું છે તેનાથી ઘણાં દિવસો, મહિનાઓ સુધી આ પરિવારો ભરપેટ ભોજન કરી શકશે અને એ જ વિસ્તારમાં આવેલા કરિયાણાની દુકાનમાંથી જ તમામ વસ્તુઓ લઈને એ કરિયાણાની દુકાન કે જે ચલાવનારને જ ખબર હશે કે કેમ કરીને પુરુ કરે છે,તેમની દિકરીને અભ્યાસમાં ફી ભરી શકાય એ માટે પરોક્ષ મદદ પણ પૂરી પાડી છે.
મોટેભાગે સંસ્થા દ્વારા ચાલતા પુષ્પાંજલિ ચિલ્ડ્રન ક્લબના બાળકોને ભોજન કરાવવામાં આવે છે, પરંતુ જે હાલમાં કોરોનાની ભયંકર પરિસ્થિતિ છે, તેમાં બાળકોને એકઠા કરવા એ તો એકમેકને સંકટમાં મુકવા જેવું જ થઈ રહે. એ કરતાં હાલ, આ રીતે સેવાકાર્યને આકાર આપવામાં આવ્યો.અને આશા છે કે અન્ય લોકો માટે પ્રેરણાદાયી બની રહે.