કોરોના વાયરસ સામે લડત આપવા માટે મહત્વના હથિયાર એવા વેક્સિનેશન કાર્યક્રમ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ હાથ ધરવામાં આવ્યો છે. હાલ જિલ્લામાં 45 વર્ષથી ઉપરના લોકોને કોરોના વેક્સિનેશન આપવામાં આવે છે. જ્યારે અન્ય જિલ્લાઓની જેમ 18 થી 45 વર્ષ સુધીના લોકોને વેક્સિનેશન આપવાની હજુ શરૂ કરવામાં આવી નથી. સરકાર દ્વારા ચોક્કસ કારણોસર હાલ આ રસીકરણ કાર્યક્રમ બંધ રાખવામાં આવ્યો છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ આજરોજ શુક્રવારથી તારીખ 16 સુધી ત્રણ દિવસ જિલ્લાના કોઈ પણ સ્થળે કોરોના વેક્સિન આપવામાં આવશે નહીં. વધુમાં કોરોના માટે કોવિશિલ્ડ તથા કોવિક્સિન બન્ને વેરીયન્ટ માટે પ્રથમ તથા બીજા ડોઝ આપવાની તમામ કામગીરી ત્રણ દિવસ મોકૂફ રાખવામાં આવી છે. સરકાર દ્વારા આગામી સુચના બાદ આ કામગીરી પુન: શરૂ કરવામાં આવશે તેમ જાણવા મળેલ છે.