જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં જાહેરમાં તીન પત્તીનો જુગાર રમતા 5 શખ્સોને પોલીસે રેઇડ દરમ્યાન રૂપિયા 10810ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જયારે 5 શખ્સો નાસી ગયા હતા. લાલપુર તાલુકાના ઝાંખર ગામમાંથી તીનપત્તીનો જુગાર રમતા 3 શખ્સોને રૂપિયા 10220ની રોકડ અને ગંજીપાના સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જુગાર દરોડાની વિગત મુજબ જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ 49 માં આવેલા કામળીયા વાસમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતા સ્થળે પીએસઆઈ આઈ.આઈ.નોયડા તથા સ્ટાફે રેઇડ દરમ્યાન હમીરજી ઉર્ફે જુવાનસિંહ કરસનજી જાડેજા, રમેશ અરજણ હરબડા, હાર્દિક ઉર્ફે જીગર મનસુખ નાખવા, ભરત હરસુર ચૌહાણ નામના પાંચ શખ્સોને રૂપિયા 10810ની રોકડ અને ગંજીપાના સાથે ઝડપી લીધા હતા. જયારે રેઇડ પૂર્વે પ્રભુ ભગવાનભાઈ, હેમતસિંહ કાનજી જાડેજા, મનીષ ઉર્ફે મનીયો બાયું, વિશાલ નરશી ચૌહાણ, જીતુ ભાનુશાળી નામના પાંચ શખ્સો નાસી ગયા હતા. પોલીસે નાસી ગયેલા શખ્સોની શોધખોળ આરંભી હતી.
બીજો દરોડો લાલપુર તાલુકાના ઝાંખર ગામમાંથી તીનપત્તીનો જુગાર રમતા મનસુખ ઘોઘુ લાલવાણી, જીવરાજ સોમા લાલવાણી, કુલદીપસિંહ લાલુભા ઝાલા નામના ત્રણ શખ્સોને પોલીસે રૂપિયા 10220ની રોકડ સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.