Monday, December 30, 2024
Homeરાજ્યગુજરાતસીએમ રૂપાણીના મેકડોનાલ્ડ વાળા વિડીઓ સાથે ચેડા કરનાર શખ્સની ધરપકડ

સીએમ રૂપાણીના મેકડોનાલ્ડ વાળા વિડીઓ સાથે ચેડા કરનાર શખ્સની ધરપકડ

- Advertisement -

છેલ્લા કેટલાક દિવસથી મુખ્યમંત્રી વિજય રૂપાનણીનો એક વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે જેમાં તેમની સ્પીચ તથા  મેકડાનોલ્ડ અંગે મજાક કરતા મેસેજ અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આ શખ્સે સીએમની સ્પીચ સાથે ચેડાં કર્યા બાદ તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી. ત્યારે મુખ્યમંત્રીનું પદ અને પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના ગુનામાં પોલીસે કાર્યવાહી કરી છે. ક્રાઈમ બ્રાન્ચે વડોદરાથી પ્રદીપ કહાર નામના યુવકની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

- Advertisement -

વડોદરાના દાંડિયા બજારમાં રહેતા પ્રદીપ ભોળાનાથ કહાર નામના શખ્સે સોશિયલ મીડિયા આઈડી ડી.જે. એડી તેમજ ડીજેએડી ઓફિશિયલ પર મુખ્યમંત્રી વિજય રૂપાણીની અસલ સ્પીચના કેટલા અંશોનો ઉપયોગ કરી તેમનાં પદ અને પ્રતિષ્ઠાને નુકસાન કરવાના ઈરાદાથી ઈલેક્ટ્રોનિક્સ દસ્તાવેજો બનાવીને સોશિયલ મીડિયા પર વાઇરલ કરી હતી. સોશીયલ મીડિયા અકાઉન્ટમાં તેને મુખ્યમંત્રીના મેકડોનાલ્ડ વાળી સ્પીચમાં છેડછાડ કરીને તેની સાથે ગીતો પણ એટેચ કરી દઈ વીડિયો બનાવી પોસ્ટ કર્યા છે. 

આ અંગે ક્રાઈમ બ્રાન્ચે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular