Thursday, January 2, 2025
Homeરાષ્ટ્રીય“કોરોના એક જીવ છે, તેને પણ જીવવાનો અધિકાર” આ નિવેદનથી ટ્રોલ થયા...

“કોરોના એક જીવ છે, તેને પણ જીવવાનો અધિકાર” આ નિવેદનથી ટ્રોલ થયા પૂર્વ સીએમ

- Advertisement -

કોરોના સંકટની વધી રહેલ મહામારી વચ્ચે ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. જેમાં તેઓ કહી રહ્યા છે કોરોના પણ એક જીવ છે તેને પણ જીવવાનો અધિકાર છે. તેમના આ નિવેદન પર લોકો અનેક પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

- Advertisement -

ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે કહ્યું હતું કે, “ દાર્શનિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો કોરોના પણ એક જીવ છે તેને પણ જીવવાનો અધિકાર છે. પરંતુ માનવજાતી પોતાની જાત ને બધાથી બુદ્ધિમાન સમજે છે. અને કોરોનાનો નાશ કરવા માટે તૈયાર છે. માટે જ કોરોના પોતાને સતત બદલી રહ્યો છે. આગળ તેઓએ કહ્યું કે માણસોએ સુરક્ષિત રહેવા માટે વાયરસથી આગળ નીકળવાની જરૂર છે. તેમના આ નિવેદનને લઈને ત્રિવેન્દ્રસિંહ રાવત સોશિયલ મીડિયા પર ટ્રોલ થયા છે. અનેક લોકો તેમના આ નિવદન ઉપરજુદી જુદી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

રાષ્ટ્રીય યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બીવી શ્રીનિવાસે લખ્યું હતું કે, ‘કોરોના એક પ્રાણી છે- પૂર્વ CM અને BJP નેતા ત્રિવેન્દ્ર સિંહ રાવત’, પછી તો તેનું આધાર કાર્ડ/રાશન કાર્ડ પણ હશે?’

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular