Wednesday, December 25, 2024
Homeરાષ્ટ્રીય7 મહીનાની અંદર બધા લોકોને મળી જશે વેક્સિન, આવો છે સરકારનો મેગા...

7 મહીનાની અંદર બધા લોકોને મળી જશે વેક્સિન, આવો છે સરકારનો મેગા પ્લાન

- Advertisement -

કોરોના વાયરસની મહામારી વચ્ચે દેશમાં વેક્સિનેશનીપ્રક્રિયા ચાલી રહી છે. વેક્સિનની અછત વચ્ચે કેન્દ્ર સરકારે કહ્યું છે કે આ વર્ષના અંત સુધીમાં તમામ લોકોને વેક્સીન મળી ચુકી હશે. ઓગસ્ટથી ડિસેમ્બર વચ્ચે પાંચ મહિનામાં દેશમાં બે અબજથી વધુ ડોઝ ઉપલબ્ધ થશે, જે દેશની વસ્તી માટે પર્યાપ્ત હશે. નીતિ આયોગના સભ્ય ડો. વીકે પોલે તે પણ કહ્યુ કે, રશિયાની કોરોના વેક્સિન સ્પુતનિક વી આગામી સપ્તાહે ઉપલબ્ધ થવાની સંભાવના છે. 

- Advertisement -

વી.કે. પૉલે કહ્યુ કે, ” ભારતીયો માટે ઓગસ્ટથી ડિસેમ્બર સુધી કુલ મળીને 216 કરોડ ડોઝનું નિર્માણ કરવામાં આવશે. એ વાતમાં કોઈ શંકા નથી કે જેમ જેમ આપણે આગળ વધતા જઈશું, દરેક માટે રસી ઉપલબ્ધ હશે.” સરકારી ડેટા પ્રમાણે દેશમાં 17.12કરોડથી વધારે વેક્સીન ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. રસીની કમીનો સ્વીકાર કરતા પોલે કહ્યુ કે, રસી મહત્વપૂર્ણ છે, પરંતુ તેના ઉત્પાદન અને ઉપલબ્ધ કરાવવામાં સમય લાગે છે. આપણે એવા તબક્કામાંથી પસાર થઈ રહ્યાં છીએ જ્યારે આપૂર્તિ સીમિત છે.

જાન્યુઆરીમાં ભારતે ભારત બાયોટેકની કોવેક્સિન અને ઑક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની કોવિશીલ્ડને મંજૂરી આપી છે. ગત મહિને રશિયાની સ્પૂતનિક 5ને ભારતમાં ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે. પૉલે કહ્યુ કે, સ્પૂતનિક 5 ભારતમાં આવી ચૂકી છે. તેમણે કહ્યું કે, મને આશા છે કે આ રસી આગામી અઠવાડિયા સુધી બજારમાં આવી જશે. અમને આશા છે કે રશિયા પાસેથી મળેલી સીમિત સ્ટોકનું વેચાણ આગામી અઠવાડિયે શરૂ થઈ જશે.

- Advertisement -

ગત એપ્રિલમાં સરકારે એવી રસીના ઇમરજન્સી વપરાશને છૂટ આપી હતી જેનો ઉપયોગ અમેરિકા, યૂરોપ, જાપાન અને બ્રિટન કરી રહ્યા છે. જેમાં એ વેક્સીન પણ શામેલ છે જેને WHO તરફથી ઇમરજન્સી વપરાશની છૂટ આપવામાં આવી છે.

ઓગસ્ટથી ડિસેમ્બર સુધી સરકારનો 216 કરોડ વેક્સીન ડોઝનો રોડમેપ:

કોવિશીલ્ડ: 75 કરોડ ડોઝ
કોવેક્સીન: 55 કરોડ ડોઝ
બાયો ઈ સબયૂનિટ વેક્સીન: 30 કરોડ ડોઝ
ઝાયડસ કેડિલા ડીએનએ: 5 કરોડ ડોઝ
નોવાવેક્સ: 20 કરોડ ડોઝ
ભારત બાયોટેક ઇન્ટ્રાનેજલ: 10 કરોડ ડોઝ
જીનોવા mRNA: 6 કરોડ ડોઝ
સ્પૂતનિક 5: 15.6 કરોડ ડોઝ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular