કોરોના મહામારી દરમિયાન સ્મશાનગૃહોમાં મૃતદેહોના અંતિમ સંસ્કારની સેવા કામગીરી કરતાં કર્મચારીઓ સહિત સ્મશાનગૃહના કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કોર કમિટીની બેઠકમાં કરવામાં આવ્યો છે. સ્મશાનગૃહના આવા કર્મચારીઓને કોરોના વોરિયર્સ જાહેર કરવામાં આવ્યા છે. સ્મશાન ગૃહમાં કામ કરતા કર્મીઓને રાજ્ય સરકાર દ્વારા કોરોના વોરિયર્સને મળવાપાત્ર તમામ લાભ તારીખ 1 એપ્રિલ 2020ની અસરથી આપવાનો નિર્ણય કર્યો છે.
સ્મશાનગૃહમાં ફરજ બજાવતા આવા કોઈ કોઈ કર્મચારીનું કોરોનાને કારણે અવસાન થાય તો તેમના પરિવાર-વારસદારોને રૂપિયા 25 લાખની સહાય પણ રાજ્ય સરકાર આપશે. કોરોના વોરીયર્સને મળવા પાત્ર તમામ લાભ તા.1અપ્રિલ2020ની અસરથી આપવામાં આવશે.
સ્મશાનગૃહમાં ફરજ બજાવતા કોઇપણ કર્મચારીનું કોરોનાને લીધે અવસાન થાય તો તેમના પરિવાર-વારસદારોને રૂ.25લાખની સહાય ગુજરાત સરકાર દ્રારા આપવામાં આવશે.
આ સિવાય કોર કમિટીની બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય પણ લેવામાં આવ્યો છે જેમાં ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવારમાં પણ માં કાર્ડ અને વાત્સલ્યમ કાર્ડનો ઉપયોગ કરી શકશે. જે અંતર્ગત તેમને 50 હજાર સુધીનો સારવાર ખર્ચ મળશે. મા કાર્ડ અને વાત્સલ્ય કાર્ડ ધરાવતા પરિવારોમાં જો કોઈ વ્યક્તિ કોરોના સંક્રમિત થાય તો તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે આ લાભ મળશે. જેમાં દરરોજના રૂ 5,000ની મર્યાદામાં દાખલ થયાના 10 દિવસ સુધી લાભાર્થીને લાભ મળશે. આ નિર્ણય 10 જુલાઇ સુધી લાગુ રહેશે.