Saturday, December 21, 2024
Homeરાષ્ટ્રીયવેકસીનની અછત છે એ હકીકત આપણે સૌએ ધ્યાનમાં રાખવી પડશે: ડો.હર્ષવર્ધન

વેકસીનની અછત છે એ હકીકત આપણે સૌએ ધ્યાનમાં રાખવી પડશે: ડો.હર્ષવર્ધન

દેશનાં આઠ રાજયો સાથે કેન્દ્રીય આરોગ્યમંત્રીની મુલાકાત

- Advertisement -

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધનએ ગઇકાલે બુધવારે દેશના 8 રાજયો સાથે કોરોના સંદર્ભે બેઠક યોજી હતી. આ બેઠકમાં તેઓએ જણાવ્યું હતું કે, દેશમાં વેકિસનની અછત છે. તે મુદો આપણે સૌ એ ધ્યાનમાં રાખવો જોઇએ. વેકિસનનો અસરકારક રીતે ઉપયોગ કરવો જોઇએ. તાત્કાલિક વેકસીનના નવા ડોઝને વ્યવસ્થાઓ થઇ શકે નહીં. રાજયોને વેકસીન પહોંચાડવામાં થોડો સમય લાગી શકે છે. વેકસીનનું ઉત્પાદન રાતો રાત વધી શકે નહીં તે આપણે સૌએ સમજવું પડે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં વેકસીનનું ઉત્પાદન ઝડપથી વધે તે માટે સરકાર પુરા પ્રયત્નો કરી રહી છે. આ દરમ્યાન સરકાર ખુબ જ યોગ્ય રીતે દેશભરમાં વેકસીનનું વિતરણ કરી રહી છે. રાજયોએ એ બાબત ધ્યાનમાં રાખવી જોઇએ કે, તેઓની પાસે હાલમાં વેકિસનનો કેટલો સ્ટોક છે? અને કેટલો સ્ટોક નજીકના દિવસોમાં પહોંચી શકે એમ છે. આ બધી બાબતો ધ્યાનમાં રાખી રાજયોએ વેકસીન અંગે જાહેરાતો કરવી જોઇએ.
તેઓએ વધુમાં એમ પણ કહ્યું હતું કે, મે મહિના દરમ્યાન દેશમાં વેકસીનનું કુલ ઉત્પાદન 8 કરોડ ડોઝનું અને જુન મહિનામાં આ ઉત્પાદન 9 કરોડ ડોઝનું થશે. પાછલાં 114 દિવસમાં આપણાં દેશમાં 17 કરોડ લોકોને વેકસીન પહોંચાડવામાં આવશે. દેશમાં વેકસીનની ઉપલબ્ધતા વધારવા માટે વિદેશી વેકિસનનને પણ મંજુરીઓ આપવાની પ્રક્રિયા ગતિમાં છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular