દેશમાં કોરોનાની બીજી લહેર સામે લડી રહેલ ભારતીય નૌસેનાએ વિશાખાપટ્ટનમના ભીમુનીપટ્ટનમના લોકોની સહાય કરવા માટે INS કલિંગ ઉપર 60 બેડનું કોવીડ કેર સેન્ટર બનાવ્યું છે. આંધ્રપ્રદેશના પર્યટન મંત્રી તથા ભીમુનીપટ્ટનમના ધારાસભ્ય શ્રીમુત્તમશેટ્ટી શ્રીનિવાસરાવ દ્રારા લોકોને આ કોવીડ સેન્ટર લોકો માટે ખુલ્લું રાખવામાં આવ્યું છે. અને કોરોનાના દર્દીઓની સારવાર પણ શરુ કરી દેવામાં આવી છે.
આઈએનએસ કલિંગના કમાન્ડર ઓફિસર નીરજ ઉદયે જણાવ્યું છે કે ભીમુનીપટ્ટનમ એરબેઝથી લગભગ 40કિમી દુર, વિશાખાપટ્ટનમ રેલ્વે સ્ટેશનથી લાગ્વ્હાગ 31કિમી દુર આ કોવીડ કેર સેન્ટર આવેલ છે. આ કોવીડ કેર સેન્ટરમાં ભીમુનીપટ્ટનમના અને આસપાસના વિસ્તારના કોરોનાના દર્દીઓની સારવાર માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. કોવીડ સેન્ટરમાં 3 ડોકટરો અને સ્વાસ્થ્યકેન્દ્રના 10 નર્સિંગ સ્ટાફની ભરતી કરવામાં આવી છે. 60માંથી 14 બેડ ઓક્સિજન વાળા છે. ભીમુનીપટ્ટનમમાં આ કોવીડ કેર સેન્ટર સિવાય રાજ્ય સરકાર સાથે વાતચીત કરીને વધારાની સુવિધાઓ ઉભી કરવા માટેની વિચારણાઓ ચાલી રહી છે તેમ પણ નીરજ ઉદયે જણાવ્યું હતું.
નીરજ ઉદયે વધુમાં જણાવ્યું છે કે સેનાના કોવીડ પોઝીટીવ આવેલા કર્મચારીઓ માટે આઈએનએસ એક્સીલા, ગજુવાકામાં 50બેડનું કોવીડ કેર સેન્ટર ઉભું કર્યું છે. આ સીવાય પણ ડોકયાર્ડ વિશાખાપટ્ટનમમાં 200બેડનું કોવિડકેર સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે.