Monday, December 23, 2024
Homeઆંતરરાષ્ટ્રીયદુનિયાનો એવો દેશ જ્યાં સૌથી વધુ રસીકરણ થયા બાદ કોવિડના કેસો બે...

દુનિયાનો એવો દેશ જ્યાં સૌથી વધુ રસીકરણ થયા બાદ કોવિડના કેસો બે ગણા વધ્યા

- Advertisement -

વસ્તીની દ્રષ્ટિએ દુનિયામાં સૌથી વધુ વેક્સિનેશન કરનાર દેશ સેશેલ્સમાં કોરોનાના કેસોની સંખ્યા બે ગણી થઇ રહી છે. સેશેલ્સમાં 60% લોકોનું વેક્સીનેશન થઇ ચુક્યું છે. જે પૈકી 57% લોકોને ચીનની સાઇનોફર્મ વેક્સિન આપવામાં આવી છે. અને 3% લોકોને કોવિશીલ્ડ આપવામાં આવી છે. 7મે ના રોજ અહિયાં અચાનક કોરોનાના કેસોની સંખ્યા વધીને ડબલ થઇ ગઈ છે.

- Advertisement -

સેશેલ્સની 60%થી વધુ આબાદીનું પુરી રીતે રસીકરણ થઇ ચૂક્યું છે અને લગભગ 70%ને કોવિડ-19 વેક્સિનનો ઓછામાં ઓછો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે. આફ્રિકન દેશ સેશેલ્સમાં, 7 મેના રોજ પૂરા થતાં અઠવાડિયામાં અચાનક કોરોના વાયરસના કેસોની સંખ્યા બમણી થઈ ગઈ છે. સેશેલ્સના આ ભયાનક આંકડાએ વિશ્વના કેટલાક સ્થળોએ કોવિડ -19 રસી કોરોના વાયરસને રોકવામાં મદદરૂપ નથી તે અંગે ચિંતા વ્યક્ત કરી છે.

અગાઉ, સેશેલ્સના આરોગ્ય મંત્રાલયે કહ્યું હતું કે છેલ્લા અઠવાડિયામાં કોરોનાથી સંક્રમિત થયેલા લોકોમાંના ત્રીજા ભાગને તેમના દેશમાં સંપૂર્ણ રસી આપવામાં આવી છે. WHOએ જણાવ્યું છે કે કોરોના રસીની નિષ્ફળતાને વ્યાપક સમીક્ષા કર્યા વિના નિષ્ફળતા ગણી શકાય નહીં. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) એ કહ્યું છે કે તે સેશેલ્સના કોરોના વાયરસના આંકડાની સમીક્ષા કરી રહી છે.

- Advertisement -

WHO ના રોગપ્રતિકારક વિભાગના ડિરેક્ટર કેટ ઓ બ્રાયને સોમવારે કહ્યું હતું કે તેમની સંસ્થા સેશેલ્સની સરકાર સાથે સંપર્કમાં છે. તેમણે કહ્યું કે વ્યાપક સમીક્ષા બાદ કોરોના વાયરસના સ્ટ્રેન અને કેસની ગંભીરતાને ધ્યાનમાં લેવાની જરૂર છે.સેશેલ્સના આરોગ્ય મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું કે છેલ્લા અઠવાડિયામાં દેશમાં સક્રિય કોરોના કેસની સંખ્યા વધીને 2,486 થઈ ગઈ છે. આ 2,486 લોકોમાંથી 37% લોકોએ કોરોનાની વેક્સિનના બન્ને ડોઝ લીધા છે. ભારતે સેશેલ્સને કોવીશીલ્ડના 50હજાર ડોઝ આપ્યા હતા. અને બાકીના લોકોએ ચીનની વેક્સિન લગાવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular