Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગર નજીક ટ્રેકટરે ઠોકરે ચડાવતા બાઇકસવાર યુવાનનું મોત

જામનગર નજીક ટ્રેકટરે ઠોકરે ચડાવતા બાઇકસવાર યુવાનનું મોત

મંગળવારે બપોરે શેખપાટથી જામનગર આવતાં સમયે અકસ્માત: ટે્રકટર ચાલક વિરૂધ્ધ ગુનો નોધાયો: પોલીસ દ્વારા કાર્યવાહી

- Advertisement -

જામનગર તાલુકાના શેખપાટ ગામથી જામનગર તરફ આવતાં બાઇક સવારને બેફિકરાઇથી આવતાં ટે્રકટરના ચાલકે બાઇકને હડફેટ લેતાં યુવાનને ગંભીર ઇજા પહોંચતા સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.

અકસ્માતના બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના શેખપાટ ગામના રહેતું ભરત ચનાભાઇ સિરોયા (ઉ.વ.40) નામનો યુવાન મંગળવારે બપોરના એક વાગ્યાના અરસામાં શેખપાટથી જામનગર તરફ તેની જી.જે.10 એબી 3178 નંબરની બાઇક પર આવતો હતો. તે દરમ્યાન રસ્તામાં મોનાભાઇ કણજારીયાની પાસે પહોંચ્યો ત્યારે સામેથી બેફિકરાઇથી આવતાં જી.જે.10 એડી 916 નંબરના ટ્રેકટરના ચાલકે બાઇકને ઠોકરે ચડાવી હડફેટ લેતાં યુવાનને શરીરે અને માંથામાં ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં તેનું સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજયાનું તબિબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગેની મૃતકના પિતરાઇ દિનેશ સિરોયા દ્વારા જાણ કરતાં પીએસઆઇ બી.એસ.વાળા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી ટ્રેકટર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular