Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયકોરોનાના કહેર વચ્ચે ગુજરાત પર વધુ એક આફતના એંધાણ

કોરોનાના કહેર વચ્ચે ગુજરાત પર વધુ એક આફતના એંધાણ

અરબી સમુદ્રમાં ઉદભવી રહ્યું છે સિઝનનું પહેલું વાવાઝોડું

- Advertisement -

દેશમાં એક તરફ કોરોના કહેર વર્તાવી રહ્યો છે. ત્યાં બીજી તરફ દેશના પશ્ર્ચિમ કાંઠાના વિસ્તારમાં નવી આફત નિર્માણ પામી રહી છે. દક્ષિણ અરબી સમુદ્રમાં સિઝનના પ્રથમ સાયકલોન(વાવાઝોડું)ના ઉદ્ભવ માટેના સંજોગો નિર્માણ પામ્યા છે. આગામી 72 કલાકમાં દક્ષિણ અરબી સમુદ્રમાં આ વાવાઝોડું આકાર પામી શકે છે. આજે 19 મે સુધીમાં મજબુત બનીને સૌરાષ્ટ્ર ગુજરાતના કાંઠા તરફ ફંટાઇ શકે છે. જેને કારણે કોરોનાનો મુકાબલો કરી રહેલાં ગુજરાતે વધુ એક કુદરતી પડકારનો સામનો કરવો પડી શકે.

- Advertisement -

ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ તેમજ અન્ય હવામાન એજન્સીઓના રિપોર્ટ અનુસાર આગામી 72 કલાકમાં કેરળની પશ્ર્ચિમે દક્ષિણ અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ નિર્માણ પામશે. જે ક્રમશ: ડિપ્રેશન, ડિપ ડિપ્રેશન અને ત્યારબાદ સાયક્લોનિક સર્કયુલેશનમાં પરિવર્તિત થશે.4 થી 5 દિવસ સમુદ્રમાંથી ઉર્જા પ્રાપ્ત કરીને આ સાયક્લોનિક સર્કયુલેશન એક શકિતશાળી વાવાઝોડું બનશે. જે ઉતર ઉતર-પશ્ર્ચિમ દિશામાં આગળ વધી શકે છે. જેના પ્રભાવ હેઠળ સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતમાં કાંઠાળ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. એટલું જ નહીં વાવાઝોડું સમુદ્રમાં સતત પોતાની દિશા બદલતું રહેતું હોવાના કારણે વાવાઝોડાની આ આફત ગુજરાત પર પણ ત્રાટકવાની સંભાવનાઓ રહેલી છે.

હવામાન એજન્સીઓના જણાવ્યા પ્રમાણે આગામી 72 કલાક બાદ સાયક્લોનની સ્થિતિ સ્પષ્ટ થશે ત્યારબાદ તેની દિશા અંગે અનુમાન વ્યકત કરી શકાશે.

- Advertisement -

સામાન્ય રીતે ચોમાસાના પ્રારંભે અને ચોમાસાના અંતમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ચક્રવાત આકાર પામતાં હોય છે. ત્યારે અરબી સમુદ્રનું આ ચક્રવાત આ સિઝનનું પ્રથમ ચક્રવાત બનશે. આમ, કોરોનાકાળમાં અદ્રશ્ય દુશ્મન સામે ઝઝુંમી રહેલાં ભારત માટે વધુ એક કુદરતી આફત લોકોની મુશ્કેલીઓમાં વધારો કરી શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular