જામનગર શહેર જિલ્લામાં કોરોના અજગરી ભરડો લઇ રહ્યો છે અને કોરોના મહામારીનું સંક્રમણ અનેક ગણી ઝડપે વધી રહ્યું છે. છેલ્લાં 24 કલાક દરમિયાન જામનગર શહેરમાં 323 અને ગ્રામ્યના 222 કેસ મળી 545 કેસ નોંધાયા છે. તો 598 દર્દીઓએ કોરોનાને હરાવવામાં સફળ રહેતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જામનગરમાં છેલ્લાં 24 કલાક દરમિયાન 12 દર્દીઓના મોત નિપજ્યા હોવાનું તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
જી.જી.હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની લાઇનો ધીમે-ધીમે ઘટવા લાગી છે અને વેઇટીંગમાં રહેલા દર્દીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર અને રાહતરૂપ ઘટાડો જોવા મળી રહ્યો છે. કોરોનાનું સંક્રમણ વધતાં પરિસ્થિતિ સતત વણસતી જઇ રહી છે. જામનગર શહેરમાં 323 પોઝિટીવ કેસ સામે આવ્યા છે. જ્યારે 314 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. આ ઉપરાંત જામનગર ગ્રામ્ય વિસ્તારમાં કુલ 222 પોઝિટીવ કેસ નોંધાયા છે. જ્યારે 284 દર્દીઓએ કોરોનાને મ્હાત આપતા ડિસ્ચાર્જ કરાયા છે. જામનગર શહેરમાં અત્યાર સુધીમાં કુલ 353277 સેમ્પલનું પરીક્ષણ થયું છે. જામનગર ગ્રામ્યમાં અત્યાર સુધીમાં કુલ 261731 સેમ્પલનું પરીક્ષણ થયું છે. કોવિડ હોસ્પિટલ પોઝિટીવ દર્દીથી ઉભરાઇ રહી છે. છેલ્લાં 24 કલાક દરમિયાન જામનગરમાં 12 દર્દીઓના મોત થી અરેરાટી ફેલાઈ ગઇ છે. ગુજરાત રાજ્યમાં છેલ્લાં એક માસથી વધતા જતા કોરોના સંક્રમણમાં પોઝિટિવ કેસોની સંખ્યામાં છેલ્લા પાંચ દિવસથી નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. તેમજ સાજા થનાર દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. અને મૃત્યુદરનું પ્રમાણ પણ ઘટતું જાય છે.
તેમજ ગુજરાત રાજ્યમાં ગઈકાલે સાંજના સુધી 24 કલાક દરમિયાન કુલ 11592 કોરોના પોઝિટિવ કેસ નોંધા્યા છે. જ્યારે સારી બાબત એ છે કે, પોઝિટિવ કેસ કરતા સાજા થનારા દર્દીઓની સંખ્યા વધુ છે. જેમાં 14931 દર્દીઓએ કોરોનાને માત આપી છે અને કુલ 117 દર્દીઓના કોરોનાથી મોત નિપજ્યા છે. રાજ્યમાં સૌથી વધુ મોત અમદાવાદ કોર્પોરેશનમાં 19, સુરત કોર્પોરેશનમાં 8, જામનગર કોર્પોરેશનમાં 8 અને વડોદરા કોર્પોરેશનમાં 7 તેમજ રાજકોટ-જામનગરમાં 6-6 દર્દીઓના મોત થયા છે અને વડોદરા-રાજકોટ કોર્પોરેશન-જૂનાગઢમાં 5-5 દર્દીઓ તથા મહેસાણા-કચ્છ-ભાવનગર કોર્પોરેશનમાં 4-4 અને સુરત-જૂનાગઢ કોર્પોરેશન-સાબરકાંઠામાં 3-3 દર્દીના મોત નિપજ્યા હતાં. જ્યારે બનાસકાંઠા-ગીરસોમનાથ-અમરેલી-ખેડા-પાટણ ભરુચ-સુરેન્દ્રનગર-દેવભૂમિ દ્વારકા-છોટાઉદેપુરમાં 2-2 અને પંચમહાલ-દાહોદ-મહિસાગર-ગાંધીનગર કોર્પોરેશન-નર્મદા-અમદાવાદ-બોટાદ-પોરબંદર અને તાપીમાં એક-એક દર્દીના મૃત્યુ નિપજ્યાનું તંત્ર દ્વારા જાહેર કરાયું છે.
જામનગર જિલ્લામાં 598 દર્દીઓએ કોરોનાને હરાવ્યો
24 કલાક દરમિયાન શહેરમાં 314 અને ગ્રામ્યમાં 284 દર્દી સાજા થયા : શહેરમાં 323 અને ગ્રામ્યમાં 222 મળી જિલ્લામાં કુલ 545 નવા દર્દી ઉમેરાયા : 12 દર્દીના મૃત્યુ : રાજ્યમાં 14931 દર્દી સાજા થયા અને 11592 નવા દર્દી ઉમેરાયા