કોરોના વાયરસના વધી રહેલા કહેર વચ્ચે વેક્સિન જ એક માત્ર ઉપાય છે. દેશમાં હાલ કોવીશીલ્ડ અને કોવેક્સીન આપવામાં આવી રહી છે. પરંતુ ભારતમાં રશિયાની સ્પુતનિક-વી વેક્સીનને પણ મંજુરી આપી દેવામાં આવી છે. અને દેશમાં રસીનો પ્રથમ જથ્થો પહોચી પણ ગયો છે. પરંતુ આ વેક્સિન આપવાનું હજુ શરુ કરવામાં આવ્યું નથી. મે મહિનાના અંત સુધીમાં દેશમાં વિવિધ રાજ્યોમાં સ્પુતનિક-વી પહોચાડવામાં આવશે.
રશિયા દ્રારા આપવામાં આવેલ વેક્સીન સ્પુતનિક-વીને લઈને ભારતમાં હૈદરાબાદની ડૉ.રેડ્ડી લેબ્સ સાથે કોન્ટ્રાકટ કરવામાં આવ્યો છે. તેવામાં અન્ય રાજ્યની સરકાર,પ્રાઇવેટ હોસ્પિટલો રસીના ભાવ અને ઉપલબ્ધતા અંગે ડૉ.રેડ્ડી લેબ્સ સાથે વાતચીત કરી રહ્યા છે.
ભારતમાં 1મે ના રોજ સ્પુતનિક-વીના 1.5લાખ ડોઝનો જથ્થો પહોચ્યો છે. અને મે ના અંત સુધીમાં વધુ એક જથ્થો ભારત પહોચશે. ભરતને જુલાઈ સુધીમાં સ્પુતનીક-વીના કુલ 18 લાખ ડોઝ મળવાના છે. જે પૈકી 1.5લાખ આવી ચુક્યા છે. 1.5 લાખ મે ના અંત સુધીમાં અને 5લાખ અને જુલાઈમાં 10લાખ ડોઝ મળવાના છે.રસીકરણની પ્રક્રિયામાં રાજય સરકાર અને પ્રાઈવેટ હોસ્પિટલ સીધા વેક્સીન ઉત્પાદકો સાથે ડીલ કરી રહ્યા છે. હાલ ભારતમાં કોવિશિલ્ડ અને કોવેક્સીનનો ઉપયોગ થઇ રહ્યો છે. ત્યાર મેના અંત સુધીમાં અનેક રાજ્યોમાં સ્પુતનિક-વી પહોચી જશે.અને રસીકરણની પ્રક્રિયા વધુ ઝડપી બનશે.