દેવભુમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે સરકારી હોસ્પિટલમાં કોંગ્રેસના કાર્યકરો તેમજ ચુંટાયેલા પ્રતિનિધિઓ સેવા આપી રહ્યા છે. આજરોજ ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઇ માડમે સરકારી હોસ્પિટલમાં નિરિક્ષણ કર્યું હતું અને સરકારી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલાં દર્દીઓને મળતી સુવિધાઓને સમિક્ષા કરી હતી. તેમજ વિક્રમભાઇ માડમ દ્વારા કોરોના મહામારીમાં સુવિધાનો અભાવ અંગે સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતાં.