બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત કોરોના વાયરસથી સંક્રમિત થઇ છે. હાલ તે કવોરન્ટાઈન થઇ છે.સોશિયલ મીડિયાના માધ્યમ દ્રારા તેણીએ જાણકારી આપી છે. તેણીએ જણાવ્યું કે થોડાક દિવસથી કમજોરી મહેસુસ કરતી હતી. અને પોતાના હોમટાઉન હિમાચલ પ્રદેશ જવાનું હોવાથી કંગનાએ કોરોનાનો રીપોર્ટ કરાવ્યો હતો અને રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.
કંગના રનૌતે ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેયર કર્યો છે જેમાં તે ધ્યાનની મુદ્રામાં બેઠી છે અને કેપ્શનમાં લખ્યું છે કે ‘છેલ્લા કેટલાક દિવસોથી હું નબળાઇ અનુભવી રહી હતી.અને આંખોમાં દુખાવો થઇ રહ્યો હતો. અને હિમાચલ પ્રદેશ જવાનું વિચારી રહી હતી તેથી ગઈકાલે કોરોના ટેસ્ટ કરાવ્યો, આજે રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.
અભિનેત્રીએ આગળ લખ્યું- ‘હું કવોરન્ટાઈન થઇ છું. મને ખબર નથી કે આ વાયરસ મારા શરીરમાં પાર્ટી કરી રહ્યો છે. હવે હું જાણું છું, હું તેનો નાશ કરીશ. કોઈપણ શક્તિ તમારા પર વર્ચસ્વ ન થવા દો. જો તમને ડર લાગે છે, તો તે તમને વધુ ડરાવે છે. ચાલો આ સમાપ્ત કરીએ. કોવિડ -19 એ ટૂંકા ગાળાના ફ્લૂ સિવાય કંઈ નથી. હર હર મહાદેવ ‘