Saturday, December 6, 2025
Homeરાજ્યદ્વારકા જિલ્લામાં કોરોનાની અવિરત રફતાર: વધુ 41 દર્દીઓ નોંધાયા

દ્વારકા જિલ્લામાં કોરોનાની અવિરત રફતાર: વધુ 41 દર્દીઓ નોંધાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે ગુરૂવારે પણ નોંધપાત્ર કહી શકાય એટલા 41 નવા કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જેમાં સૌથી વધુ ખંભાળિયા તાલુકાના 19 તથા દ્વારકાના 10, કલ્યાણપુરના 8 અને ભાણવડના 4 દર્દીઓનો સમાવેશ થાય છે. જ્યારે ખંભાળિયાના 6 સહિત કુલ દસ દર્દીઓને સ્વાસ્થ્ય જાહેર કરવામાં આવ્યા છે. આથી જિલ્લામાં એક્ટિવ કેસનો આંકડો વધીને 595 સુધી પહોંચી ગયો છે.

હાલની પરિસ્થિતિ જોતા જિલ્લામાં આરોગ્ય તંત્ર તથા સ્થાનિક સેવાભાવી સંસ્થાઓ દ્વારા હાથ ધરવામાં આવેલી જાગૃતિ અંગેની કામગીરી નબળી પૂરવાર થઈ રહી છે. જેમાં મોટો ભાગ સ્થાનિક લોકોની બેદરકારીને પણ માની શકાય.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular