જાહેર ક્ષેત્રની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (એલઆઈસઈ)ના કર્મચારી યુનિયન તેમજ મેનેજમેન્ટ વચ્ચે ચાલી રહેલા લાંબા સમયના વિવાદનો અંત આવ્યો છે. હવેથી એલઆઈસીમાં સપ્તાહના ફક્ત પાંચ દિવસ કામકાજ થશે. 10 મેથી આ નવો નિયમો લાગુ પડશે. સપ્તાહમાં સોમથી શુક્રવાર સુધી જ એલઆઈસીની કચેરીઓમાં કામગીરી ચાલુ રહેશે અને શનિ-રવિ રજા રાખવામાં આવશે.
15 એપ્રિલ 2021ના એક પરિપત્ર મુજબ કેન્દ્ર સરકારે જાહેર કર્યું છે કે શનિવારે એલઆઈસીની કચેરીમાં રજા રહેશે. તમામ પોલીસી ધારકો અને હિસ્સેદારોએ આ વાતનો ખ્યાલ રાખવો કે 10મેથી આ નિયમ અમલમાં આવશે. 10 મેથી એલઆઈસીની ઓફિસોમાં સોમવારથી શુક્રવાર 10થી 5.30 સુધી કામકાજ રહેશે તેમ જણાવાયું હતું.
એલઆઈસીમાં હવે પાંચ દિવસનું સપ્તાહ
10મેથી નવો નિયમ અમલમાં આવશે, હવે ફક્ત પાંચ દિવસ કામ થશે