Tuesday, December 9, 2025
Homeસમાચારરાષ્ટ્રીયસતત ત્રીજા દિવસે પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો

સતત ત્રીજા દિવસે પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો

પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારાનો સિલસિલો આજે સતત ત્રીજા દિવસે પણ ચાલુ છે. સરકારી ઓઇલ કંપનીઓએ આજે પણ ફયુઅલ પ્રાઇઝમાં વધારો કર્યો છે. આ વધારા બાદ દેશના અનેક શહેરોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયા પ્રતિ લિટરની નજીક પહોંચી ગયો છે. ગુરૂવારે રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 90.99 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયું છે. બીજી તરફી ડીઝલની વાત કરીએ તો તે 81.42 રૂપિયા પ્રતિ લીટર છે. ત્રણ દિવસમાં વધારા બાદ પેટ્રોલ 60 પૈસા સુધી મોંઘું થયું છે. મંગળવારે પેટ્રોલના ભાવમાં 15 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. બુધવારે તેના ભાવમાં 19 પૈસાનો વધારો થયો અને આજે રપ પૈસાનો વધારો થયો છે. આવી જ રીતે ડિઝલની વાત કરીએ તો ત્રણ દિવસમાં તેના ભાવમાં 69 પૈસાનો વધારો ઝીંકાયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular