Thursday, December 26, 2024
Homeરાજ્યગુજરાતહાઇકોર્ટે સુઓમોટો અરજી મામલે રાજ્ય સરકારને ફરી ખખડાવી

હાઇકોર્ટે સુઓમોટો અરજી મામલે રાજ્ય સરકારને ફરી ખખડાવી

આજે 43 પાનાનો હુકમ કર્યો : RTPCR ટેસ્ટીંગના ચોક્કસ આંકડાઓ રજુ કરવા આદેશ

- Advertisement -

રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણ ને અટકાવવા માટે સરકારની કામગીરી સંદર્ભે ગુજરાત હાઇકોર્ટે આજે સુઓમોટો અરજી ઉપર 43 પાનાનો હુકમ કર્યો છે જેમાં માત્ર રાત્રી કર્ફ્યું લગાવવા પુરતુંજ નહિ પરંતુ કોરોનાની ચેઈન તોડવા માટે રાજ્ય સરકાર પગલા લેવા અને ટેસ્ટીંગ બાબતે સાચી વિગતો આપવાનો આદેશ કર્યો છે.

હાલ ગુજરાતમાં કોરોના સંક્રમણ ચરમસીમાએ પહોચી ગયું છે અને તમામ જિલ્લાઓમાં કોરોના મહામારીમાં દરરોજ હજારો લોકો સંક્રમિત થાય છે અને મૃત્યુ આંક પણ વધી ગયો છે. કોરોના મહામારી સંદર્ભે હાઇકોર્ટમાં કરાયેલી સુઓમોટો ની અરજી ઉપર આજે સાંજે 43 પાનાનો ચુકાદો આપ્યો છે. આ ચુકાદામાં હાઇકોર્ટે વધુ એક વખત રાજ્ય સરકારને ફટકાર લગાવીને આદેશ કર્યો છે કે રાત્રી કર્ફ્યું લગાવવા પુરતુંજ નહિ પરંતુ કોરોના સંક્રમણની ચેઈન તોડવા સરકાર કડક પગલા લ્યે અને ખાસ કરીને ટેસ્ટીંગ બાબતે પણ લોકોને સાચી વિગતો આપવા આદેશ કર્યો છે. સાથે-સાથે RTPCR ટેસ્ટીંગ ના ચોક્કસ આંકડાઓ આપવાનો પણ હુકમ કર્યો છે. તેમજ હવે પછીની સુનવણીમાં રાજ્ય સરકારને સોગંધનામું રજુ કરવાનો આદેશ કર્યો છે. ઉપરાંત નવા 21 RTPCR મશીન સંદર્ભે સરકાર શું કરી રહી છે ? અને ધનવંતરી હોસ્પિટલો માં સફાઈ મુદ્દે પણ નિર્દેશ કરી અને હોસ્પીટલમાં આ પ્રકારની સ્થિતિ યોગ્ય નથી જેથી આયોજન કરવા જણાવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular