Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં ઘર કરી ગયું કોરોના સંક્રમણ, ટેસ્ટ ઘટાડયા છતાં કેસ યથાવત્

જામનગરમાં ઘર કરી ગયું કોરોના સંક્રમણ, ટેસ્ટ ઘટાડયા છતાં કેસ યથાવત્

છેલ્લાં 10 દિવસમાં જામ્યુકોએ કેટલા ટેસ્ટ કર્યા? કેટલાં કેસ નોંધાયા? જાણો...

- Advertisement -

જામનગર શહેરમાં કોરોનાનું સંક્રમણ ચિંતાજનક બની રહ્યું છે. ટેસ્ટમાં ઘટાડો કરવામાં આવ્યો હોવા છતાં નવા કેસની સંખ્યા 400 આસપાસ યથાવત રહી છે. જે સુચવે છે, શહેરમાં કોરોનાનું સંક્રમણ ઘટયું નથી. પરંતુ વધ્યું છે. છેલ્લાં 10 દિવસથી જામનગર શહેરમાં દૈનિક કરવામાં આવતાં ટેસ્ટની સંખ્યામાં લગભગ 1000 જેટલાં ટેસ્ટ ઓછા થતાં હોવા છતાં નવા કેસની સંખ્યા જેમની તેમ રહેવા પામી છે. બીજી તરફ કોરોનાને નાથવામાં તંત્ર પણ શુષ્ક હોવાનું જણાઇ રહ્યું છે. હાલ શહેરમાં આક્રમક ટેસ્ટીંગની જરૂરીયાંત જણાઇ રહી છે. ત્યારે તંત્ર દ્વારા માત્ર કાગળ ઉપર જ કામગીરી કરવામાં આવતી હોવાનું ફલીત થઇ રહ્યું છે.

જામનગર શહેરમાં છેલ્લાં 10 દિવસથી કોરોનાના નવા કેસની સોય 400 આસપાસ ચોંટી ગઇ હોય તેમ 390થી 398 વચ્ચેની સંખ્યામાં નવા કેસ નોંધાઇ રહ્યા છે. ચિંતાજનક બાબત એ છે કે, તંત્ર દ્વારા કરવામાં આવતાં દૈનિક ટેસ્ટીંગની સંખ્યામાં છેલ્લાં એક સપ્તાહથી ઘટાડો થયો હોવા છતાં નવા કેસની સંખ્યા યથાવત રહી છે. આમ ઓછાં ટેસ્ટીંગે પણ વધુ કેસ નોંધાઇ રહ્યા છે. જે શહેરમાં સંક્રમણ કેટલી હદે પ્રસરી ગયું હોવાનું સુચવી રહ્યા છે. હજૂ પણ શહેરમાં એવા અસંખ્ય લોકો છે જેમને સંક્રમણના લક્ષણો હોવા છતાં ટેસ્ટ કરાવવામાં બેદરકારી દાખવી રહ્યા છે અથવા તો ડરી રહ્યા છે. જેને કારણે સંક્રમણનો સાચો આંકડો બહાર આવતો નથી. વાસ્તવમાં સ્થિતિ હજૂ પણ ગંભીર હોવાનું જણાય રહ્યુ છે. તંત્ર પણ માત્ર કાગળ ઉપર જ મોટાં મોટાં દાવાઓ કરી રહ્યું છે. જમીન ઉપર કશું જ જોવા મળતું નથી. વડાપ્રધાનની ટેસ્ટીંગ, ટ્રીટીંગ અને ટ્રેસિંગની સલાહનો જામનગરમાં કોઇ જગ્યાએ અમલ થતો જોવા મળતો નથી. મોટાં ભાગના આરોગ્ય કર્મીઓ આરોગ્ય કેન્દ્રમાં ટેસ્ટીંગ અને વેક્સિનેશનના કામમાં રોકાયેલા હોવાને કારણે શહેરમાં ટ્રેસિંગ કે સર્વેની કોઇ જ કામગીરી થઇ રહ્યાનું જણાતું નથી. શહેરના અનેક ગીચ વિસ્તારો ખાસ કરીને ગીચ એપાર્ટમેન્ટમાં કોરોના સંક્રમણની સ્થિતિ આજે પણ ગંભીર છે.

જામનગર શહેરમાં 29 એપ્રિલે કુલ 3458 ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં જે પૈકી 386 લોકો પોઝિટીવ મળ્યા હતાં. જયારે પાંચમી મે એ કુલ 2219 ટેસ્ટ કરવામાં આવ્યાં જે પૈકી 398 લોકો પોઝિટીવ મળ્યા છે. આમ 29 એપ્રિલ અને 5 મે વચ્ચે ટેસ્ટીંગની સંખ્યામાં 1250 નો ઘટાડો થયો હોવા છતાં પોઝિટીવ કેસની સંખ્યામાં વધારો નોંધાયો છે. આમ કોઇ પણ એન્ગલથી જામનગર શહેરમાં સંક્રમણ કાબૂમાં આવ્યું હોય કે, આવી રહ્યું હોવાના સંકેતો પ્રાપ્ત થતા નથી. ઉલટું સંક્રમણ વધી રહ્યું હોવાના નિર્દેશો પ્રાપ્ત થઇ રહ્યા છે. જે જામનગર શહેર અને તંત્ર માટે ગંભીર ચેતવણી સમાન છે.

જામનગર શહેરમાં છેલ્લાં 10 દિવસમાં કરાયેલા ટેસ્ટ અને કેસ:-

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular