Thursday, October 24, 2024
Homeરાજ્યજામનગરવેક્સિનનો જથ્થો ઓછો તો પ્રાયોરિટી કોને?

વેક્સિનનો જથ્થો ઓછો તો પ્રાયોરિટી કોને?

- Advertisement -

જામનગર ગુજરાત સહિત દેશના લગભગ તમામ વિસ્તારોમાં હાલ વેક્સિનની અછત પ્રવર્તી રહી છે. પર્યાપ્ત જથ્થામાં વેક્સિન ડોઝ ઉપલબ્ધ નથી. ત્યારે પ્રશ્ર્ન એ ઉપસ્થિત થયો છે કે, જેટલાં ડોઝ ઉપલબ્ધ થાય છે, તેમાં પ્રાથમિકતા કોને ? રસીકરણની પ્રાથમિકતાને લઇને જામનગર સહિત જુદાં જુદાં શહેરો અને રાજયોમાં જુદી-જુદી પોલીસી પ્રવર્તી રહી છે. પહેલી મે થી દેશમાં 18 થી 44 વર્ષના યુવાઓને વેક્સિન આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ 45 ઉપરના નાગરિકોને પણ રસી આપવાનું ચાલુ રાખવામાં આવ્યું છે.

- Advertisement -

હાલમાં જામનગર સહિતના શહેરોમાં રસીની અછત પ્રવર્તી રહી છે.ત્યારે જે ડોઝ ઉપલબ્ધ છે. તે 18થી 44 વયજૂથના નાગરીકોને આપવામાં આવી રહ્યા છે. જયારે 45+ નાનું વેક્સિનેશન બંધ કરી દેવામાં આવ્યું છે. વાસ્તવમાં વેક્સિનની સૌથી વધુ જરૂર 45+ ના નાગરિકોને જ હોય છે.

તજજ્ઞોના મતે મોટાં ભાગના 45+ નાગરીકો કોર્મોબિડ હોય છે. તેમની રોગપ્રતિકારક શકિત યુવાઓના પ્રમાણમાં ઓછી હોય છે. પરિણામે તેઓ ઝડપથી વાયરસનો શિકાર બની શકે છે. આ સમયે સ્વાભાવિક પણે જ વેક્સિનની પ્રાયોરિટી 45+ નાગરીકો હોવા જોઇએ. તેને બદલે વેક્સિનનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ ન હોવાના ઓઠા હેઠળ આવા નાગરિકોને રસી આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. જયારે તંદુરસ્ત યુવાઓને વેક્સિનની પ્રાયોરિટી આપવામાં આવી રહી છે. સરકાર અને તંત્રનું આ લોજીક કંઇક અટપટું અને ગળે ન ઉતરે તેવું જણાય રહ્યું છે. તબીબો અને તજજ્ઞો પણ માની રહ્યા છે કે, વેક્સિનની પ્રથમ જરૂરિયાત 45+ નાગરિકોને છે. કેમ કે, યુવાઓમાં ઇમ્યુનિટી વધુ હોય છે. તેઓ 45+ ની સરખામણીમાં વાયરસનો મજબૂતીથી સામનો કરી શકે છે. ત્યારે રસીકરણમાં જો વેક્સિન ડોઝની શોર્ટેજ હોય તો યુવાઓને બદલે 45+ ને પ્રાયોરિટી આપવી જોઇએ. જામનગરની વાત કરીએ તો સોમવારે પૂરતાં વેક્સિન ડોઝ નહીં આવતાં શહેરમાં અનેક આરોગ્ય કેન્દ્રો પર 45+ નું વેક્સિનેશન બંધ કરી દેવામાં આવ્યું હતું. જેને કારણે નાગરિકોમાં આશ્ર્ચર્ય સાથે રોષની લાગણી પ્રસરી હતી. મ્યુનિસિપલ કમિશ્ર્નરના જણાવ્યા મુજબ છેલ્લાં કેટલાંક દિવસથી જામનગરમાં રસીનો મર્યાદિત જથ્થો આવી રહ્યો છે. જેને કારણે આ સ્થિતિ નિર્માણ પામી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular