Saturday, January 4, 2025
Homeરાષ્ટ્રીયRBI ઈમરજન્સી હેલ્થ સેવા માટે રુ. 50 હજાર કરોડની લોન આપશે

RBI ઈમરજન્સી હેલ્થ સેવા માટે રુ. 50 હજાર કરોડની લોન આપશે

- Advertisement -

આજે રોજ ભારતીય રીઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે પ્રેસમીડિયા બ્રીફિંગ કર્યું હતું. જેમાં દેશમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિને લઇને જણાવ્યું હતું. ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે કે ભારતીય રિઝર્વ બેંક વર્તમાન કોરોનાની સ્થિતિ પર નજર રાખશે. તેના નિયંત્રણ હેઠળના તમામ સંસાધનો અને ઉપકરણો તૈનાત કરશે, ખાસ કરીને નાગરિકો, વ્યવસાયિક સંસ્થાઓ અને બીજી લહેરથી પ્રભાવિત સંસ્થાઓને સંસાધનો પુરા પાડવામાં આવશે.             

- Advertisement -

આરબીઆઈના ગવર્નર શક્તીકાંત દાસે ઇમરજન્સી હેલ્થ સર્વિસીસ માટે 50,000 કરોડ આપવાની જાહેરાત કરી છે. આ દ્વારા બેંકો રસી ઉત્પાદકો, રસી પરિવહન, નિકાસકારોને સરળ હપ્તામાં લોન આપશે. આ ઉપરાંત હોસ્પિટલો, આરોગ્ય સેવા પ્રદાતાઓને પણ આ લાભ મળશે. તેમણે કહ્યું કે, પ્રાયોરિટી સેક્ટર માટે ટૂંક સમયમાં લોન અને ઇંસેન્ટીવ આપવામાં આવશે.

ગવર્નર શક્તિકાંતે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે બીજી લહેરથી ઈકોનોમીને ભારે સ્તર પર અસર પડી છે. આની સાથે જોડાયેલી સ્થિતિઓ પર  આરબીઆઈની નજર બનેલી છે. બીજી લહેરની વિરુદ્ધ પગલા ભરવાની જરુર છે.  કોરોનાની પહેલી લહેર બાદ ઈકોનોમીમાં રિકવરી દેખાવાની શરુ થઈ હતુ પરંતુ બીજી લહેરથી સંકટ ઊભુ થયું છે. તેઓએ વધુમાં જણાવ્યું છે કે હવામાન વિભાગે ચાલુ વર્ષે સારા ચોમાસાની આગાહી કરી છે. સારા ચોમાસાથી ગ્રામીણ વિસ્તારોમાં માંગમાં તેજીની ધારણા છે. સરકાર રસીકરણમાં તેજી લાવી રહી છે. ભારતીય ઈકોનોમી પણ દબાણથી ઉભરતી જોવા મળી રહી છે. મૈન્યૂફેક્ચરિંગ એકમોમાં પણ ધીમાપણુ અટકતુ નજરે પડી રહ્યુ છે. ટ્રેક્ટર સેગમેન્ટમાં તેજી યથાવત જોવા મળી રહી છે જો કે એપ્રિલમાં ઓટો રજીસ્ટ્રેશનમાં અછત જોવા મળી છે.  આરબીઆઈએ સ્થિતિ પર નજર બનાવી રાખી છે.

- Advertisement -

આરબીઆઈએ કોરોનામાં કેવાયસીના નિયમો હળવા કર્યા છે. આરબીઆઈના ગવર્નરે વીડિયો દ્વારા કેવાયસીને ઝડપી બનાવવા જણાવ્યું છે. આ સાથે, ડીજીલોકર અને અન્ય ડિજિટલ માધ્યમો દ્વારા પણ કેવાયસીને મંજૂરી આપવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular