પશ્ચિમ બંગાળમાં 2 મેના રોજ ચૂંટણી પરિણામ આવ્યા પછી હિંસાના એક પછી એક બનાવો પ્રકાશમાં આવી રહ્યાં છે. રાજ્યમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીને મળેલી ભારે જીત પછી ભાજપ અને સત્તાધારી દળના વર્કર્સની વચ્ચે રાજકારણનો ખૂની ખેલ શરૂ થઈ ગયો છે. અત્યાર સુધીમાં 6 જિલ્લામાંથી હિંસાના સમાચાર આવ્યા છે અને બે દિવસમાં લગભગ 11 લોકોના મૃત્યુ થયા હોવાના સમાચાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યપાલ જગદીશ ધનખડને ફોન કર્યો અને બંગાળમાં આગ લગાડવાના અને હત્યાઓના બનાવો પર ચિંતા વ્યક્ત કરી છે. રાજ્યપાલ જગદીશ ધનખડે જણાવ્યું કે રાજ્યની હાલની સ્થિતિ પર તેમની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત થઈ છે. તેમણે કહ્યું કે ચૂંટણી પરિણામ આવ્યા પછી રાજ્યમાં હિંસા, આગ લગાડવાના, લૂંટ અને હત્યાઓની ઘટનાઓ ચાલુ છે. રાજ્યમાં કાયદો વ્યવસ્થાને જાળવવી ખૂૂબ જરૂરી
પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના પરિણામો પછી રાજકીય હિંસા શરૂ થઈ ગઈ છે. પરિણામના દિવસે જ કોલકાતામાં BJPની ઓફિસમાં આગ લગાડવામાં આવી હતી. સોમવારે પણ પાર્ટીના બે કાર્યકર્તાઓની માર-મારીને હત્યા કરવામાં આવી છે. આ દરમિયાન પશ્ચિમ દિલ્હી લોકસભા સીટથી ભાજપના સાંસદ પરવેશ સાહિબ સિંહએ વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે ચેતવણી આપતા કહ્યું કે તૃણમૂલના નેતાઓએ પણ દિલ્હીમાં આવાનું છે.
તેમણે કહ્યું કે ટીએમસીના ગુંડાઓએ જીતવાની સાથે જ અમારા કાર્યકર્તાઓને માર્યા. કાર્યકર્તાઓની ગાડીઓ તોડી. ઉપદ્રવી તેમના ઘરને આગ લગાવી રહ્યાં છે. એ વાત યાદ રાખજો કે ટીએમસીના સાંસદ, મુખ્યમંત્રી, ધારાસભ્યોએ પણ દિલ્હી આવુ પડશે. આને ચેતવણી ગણજો. ચૂંટણીમાં હાર જીત થાય છે, મર્ડર નહિ.
બીજી તરફ ઉત્તરાખંડથી ભાજપ સાંસદ અનિલ બલૂનીએ પણ તૃણમૂલ પર હુમલો કર્યો. તેમણે સોશિયલ મીડિયા પર મુખ્યમંત્રી મમતા બેનર્જીનો એક વીડિયો પણ શેર કર્યો. તેમણે લખ્યું બગાળમાં હિસાની સ્ક્રિપ્ટ પહેલેથીજ લખવામાં આવી હતી. મમતા બેનર્જીએ માર્ચમાં કહ્યું હતું કે સેન્ટ્રલ ફોર્સ તો જતી રહેશે. પછી કોણ બચાવશે? તે પછીથી અમે જ હોઈશું. એટલે કે બંગાળમાં હિંસાનો ખેલ ચાલી રહ્યો છે, એ ટીએમસીએ પહેલેથી જ નક્કી કરી રાખ્યું હતું. શરમજનક.
વિપક્ષોના કાર્યકર્તાઓને નિશાન બનાવવા બાબતે ગૃહમંત્રાલયે બંગાળ સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો છે. બીજી તરફ ભાજપ નેતા કૈલાશ વિજયવર્ગીયે કહ્યું- ભાજપ કાર્યકર્તાઓ પર હુમલા મમતા બેનર્જીના ઇશારા પર થઈ રહ્યાં છે. આ બધાની વચ્ચે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા મંગળવારે બંગાળના પ્રવાસે જઈ રહ્યાં છે. ભાજપે પશ્ચિમ બંગાળમાં પોતાના કાર્યકર્તાઓ પર થઈ રહેલા હુમલાનો વિરોધ કરવાનો નિર્ણય કર્યો છે. ભાજપે કહ્યું છે કે 5 મે પાર્ટી કાર્યકર્તા દરેક મંડલમાં હિંસાના વિરોધમાં ધરણા આપશે. આ દરમિયાન કોવિડ-19 સંબંધિત પ્રોટોકોલનું પાલન કરવામાં આવશે.
સોમવારે નોર્થ 24 પરગના જિલ્લાના ભાટપાડામાં BJPની ઓફિસ અને કેટલીક દુકાનો પર કેટલાક લોકોએ હુમલો કરીને તોડફોડ કરી હતી. આ દરમિયાન બોમ્બ ફેકવામાં આવ્યા. એક શખ્સ જણાવ્યું કે ટીએમસીના ઉપદ્રવીઓએ મારી દુકાન લુટી લીધી. અહીં ઓછામાં ઓછા 10 બોમ્બ ફેંકવામાં આવ્યા છે. કૂચબિહારના સિતલકુચીથી પણ હિંસાના સમાચાર છે. નંદીગ્રામમાં BJPની ઓફિસમાં તોડફોડ કરવામાં આવી. હાલ્દિયામાં રવિવારે સાજે કેટલાક બદમાશોએ મીડિયાકર્મીઓ સાથે મારઝૂડ કરી હતી.
હિંસાના રિપોર્ટ પછી રાજ્યપાલ જગદીપ ધનખડને સોમવારે પોલિસ મહાનિર્દેશક અને કોલકાતા પોલીસ કમીશ્નરને લો એન્ડ ઓર્ડરની સ્થિતિ પર વાત કરવા માટે બોલાવ્યા છે. તેમણે કહ્યું કે પરિણામ આવ્યા પછી રાજ્યમાં થઈ રહેલી હત્યાઓ ખતરનાક સ્થિતિના સંકેત છે. પોલીસ અધિકારીઓને સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે તમામ પકારના પગલા ભરવા માટે કહેવામાં આવ્યું છે.
રવિવારે આવેલા ચૂંટણી પરિણામમાં મમતા બેનર્જીની આગેવાની વાળા તૃણમૂલ કોંગ્રેસે 213 સીટ જીતી છે. BJPને 77 સીટ મળી છે. કોરોનાથી ઉમેદવારોનું મૃત્યુ થવાથી મર્શિદાબાદમાં બે સીટો પર ચૂંટણી ટાળવામાં આવી છે. ઈલેક્શન કમિશને ઓરિસ્સાની એક સીટ પર પણ ચૂંટણી સ્થગિત કરી દીધી છે. આ નિર્ણય કોરોનાના કારણે લેવામાં આવ્યો છે.
છેલ્લા થોડા દિવસોમાં જ બંગાળની ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. તેમાં ટીએમસીને બમ્પર જીત મળી છે. મમતા બેનર્જી સતત ત્રીજી વખત મુખ્યમંત્રી પદના શપથ આજે લેશે.જોકે તે પોતે નંદીગ્રામમાંથી ચૂંટણી હારી ગયા છે. તેમને ભાજપના શુભેન્દુ અધિકારીએ હરાવ્યા છે. તૃણમૂલને બંગાળમાં 214, ભાજપને 76 સીટ મળી છે. જ્યારે એક અપક્ષને અને એક સીટ RSMPને મળી છે.