જામનગરની જી.જી.હોસ્પિટલમાં દાખલ કરેલ કોરોનાના દર્દીઓ પાસે દર્દીના એક સગાને એટેન્ડન્ટ તરીકે પીપીઇ કીટ પહેરી રહેવાની મંજૂરી આપવા વોર્ડ નં.12ના કોર્પોરેટર જેનબબેન ખફી દ્વારા કલેકટરને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.
જેમાં જણાવ્યું છે કે, જામનગર શહેર-જીલ્લાના કોવીડ-19(કોરોના)નો કહેર દિવસેને દિવસે વધતો જાય છે. ત્યારે જામનગર શહેરમાં આવેલ જી.જી.હોસ્પિટલમાં શહેર જીલ્લાના દર્દીઓ ઉપરાંત આજુ-બાજુના શહેરોના દર્દીઓ પણ સારવાર માટે આવે છે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે એકમાત્ર આશા જી.જી.હોસ્પિટલ છે.પરંતુ હાલમાં સામે આવેલ એક બે બનાવો બાદ લોકોની આ આશા પણ તુટવા લાગી છે.તંત્રની મહેનતથી વ્યવસ્થા દિન પ્રતિદિન વધારવામાં આવી જ રહી છે.તેમાં કોઈ બે મત નથી.પરંતુ લોકો હવે જી.જી.હોસ્પિટલ માં આવવાથી ડરે છે. હાલમાં બનેલા બનાવો તો કારણ છે જ પરંતુ આનું મોટું કારણ છે કે કોરોના ના દર્દી પાસે પોતાના ધર નું કોઈ વ્યક્તિ ને રહેવા દેવામાં આવતું નથી.દરેક દર્દી ઉપર 1 વ્યક્તિ એટેન્ડન્સ તરીકે હોસ્પીટલમાંથી જ રાખવામાં આવેલ છે.આ એટેન્ડન્સ માટે કેટલાક લોકોની હાલ જી.જી.હોસ્પિટલમાં ભરતી પણ કરવામાં આવે છે. આ ભરતીમાં કોઈપણ આરોગ્ય લક્ષી અનુભવ ની જરૂરિયાત આવશ્યક નથી.એટલે કે કોઈપણ તંદુરસ્ત વ્યક્તિ ની ભરતી એટેન્ડન્સ તરીકે કરી તેને પી.પી.ઇ.કીટ પહેરી દર્દી પાસે રાખવામાં આવે છે.એવું જાણવા મળેલ છે.
જો આ એટેન્ડન્સ કોઈપણ વ્યક્તિ હોઈ શકે.તો દર્દી ના સગા જ કેમ નહિ ? અને જો આ રીતે પી.પી.ઇ.કીટ પહેરી દર્દીના સગા ને જ એટેન્ડન્સ તરીકે રહેવાની મંજુરી આપવામાં આવે તો દર્દીની રીકવરી ઝડપી થશે.અને જી.જી.હોસ્પિટલ પર લાગેલા આક્ષેપો જો ખોટા હશે તો આપો આપ એ પણ દુર થઇ જશે.
હાલમાં બનેલ બનાવોને લીધે લોકો જી.જી.હોસ્પિટલમાં સારવાર લેવા આવવાથી એટલા ડરે છે. કે દર્દી એવું કહે છે કે, ઘરે જ ભલે મરી જાય પણ અમને ત્યાં એકલાના મૂકી આવો.
જામનગર શહેર-જીલ્લા અને બીજા શહેરો ના લોકો માટે અને તેમાં પણ ખાસ ગરીબ અને મધ્યમ વર્ગ ના લોકો માટે જી.જી.હોસ્પિટલ આર્શવાદ રૂપ છે.પરંતુ હાલ લોકોના મન માં આ હોસ્પિટલની છબી ખરાબ થઇ રહી છે.ત્યારે જો આ રીતે દર્દીઓ સાથે તેના એક સગા ને પી.પી.ઇ.કીટ પહેરી એટેન્ડન્સ તરીકે રહેવાની મંજુરી આપવામાં આવે તો લોકોમાં રહેલ ડર તો ઓછો થશે જ સાથે સાથે હોસ્પિટલ પર લાગેલા આક્ષેપો જો ખોટા હશે તો દુર થશે. આથી આ અંગે યોગ્ય નિર્ણય લઇ કોરોના દર્દી પાસે તેના એક સંબંધીને રહેવા માંગણી કરાઇ છે.
જી.જી.હોસ્પિટલમાં કોરોના દર્દી પાસે દર્દીના સગાને રહેવા મંજૂરી આપવા માંગણી
વોર્ડ નં.12ના કોર્પોરેટર દ્વારા કલેકટરને પત્ર લખી રજૂઆત