Thursday, December 26, 2024
Homeરાજ્યધુનડામાં એકલવાયા જીવનથી કંટાળી વૃધ્ધનું અગ્નિસ્નાન

ધુનડામાં એકલવાયા જીવનથી કંટાળી વૃધ્ધનું અગ્નિસ્નાન

દાઢના દુ:ખાવો અને એકલવાયા જીવનથી ત્રસ્ત વૃધ્ધે કેરોસીન રેડી દિવાસળી ચાંપી: પોલીસ દ્વારા કાર્યવાહી: જામનગરમાં હ્રદયરોગના હુમલાથી પ્રૌઢનું મૃત્યુ

- Advertisement -

જામજોધપુર તાલુકાના ધુનડા ગામમાં રહેતા નિવૃત વૃધ્ધે દાઢના દુ:ખાવાથી અને એકલવાયા જીવનથી કંટાળીને તેના ઘરે શરીર ઉપર કેરોસીન રેડી દિવાસળી ચાંપી અગ્નિસ્નાન કર્યું હતું. જામનગર શહેરમાં હર્ષદમીલની ચાલી પાસેના પટેલ નગરમાં રહેતા પ્રૌઢને છાતીમાં દુ:ખાવો થતા જી.જી.હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતું.

આ બનાવ અંગેની વિગત મુજબ જામજોધપુર તાલુકાના ધુનડા ગામમાં રહેતા ઓધવજીભાઇ રણછોડભાઇ તેરૈયા (ઉ.વ.80) નામના નિવૃત વૃધ્ધ છેલ્લા થોડાસમયથી એકલવાયું જીવન જીવતા હતા અને અવાર-નવાર દાઢનો દુ:ખાવો રહેતો હતો. આવા જીવનથી કંટાળીને સોમવારે સવારના સમયે તેના ઘરે શરીર ઉપર કેરોસીન રેડી દિવાસળી ચાંપી અગ્નિસ્નાન કરતા ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેનુ સારવાર દરમ્યાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણ રમેશ તેરૈયા દ્વારા કરાતા હે.કો. વી.પી.જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પી.એમ. માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજા બનાવમાં જામનગર શહેરમાં હર્ષદમીલની ચાલી પાસે આવેલા પટેલ નગર-3માં રહેતા ગોવિંદભાઇ રઘુભાઇ પઠાણ (ઉ.વ.50) નામના પ્રૌઢને સોમવારે રાત્રિના સમયે તેના ઘરે છાતીમાં દુ:ખાવો થતાં સારવાર દરમ્યાન જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમની સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગેની મૃતકના પુત્ર મુકેશ દ્વારા જાણ કરાતા એએસઆઇ એચ.જે.પરિયાણી તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular