Tuesday, December 24, 2024
Homeરાષ્ટ્રીયદાન કરવામાં વિપ્રોના અજીમ પ્રેમજી સૌથી આગળ

દાન કરવામાં વિપ્રોના અજીમ પ્રેમજી સૌથી આગળ

જાણો ભારતના કયા ઉદ્યોગપતિએ એક વર્ષમાં કેટલું દાન કર્યુ…

- Advertisement -

દેશમાં ચારે તરફ ફેલાયેલા નિરાશાના માહોલ વચ્ચે દેશના કરોડપતિઓ અને ઉદ્યોગપતિઓએ કેટલુ દાન આપ્યુ તેના આંકડા પણ જાહેર થયા છે. 

- Advertisement -

હુરુન ઈન્ડિયાના અહેવાલ પ્રમાણે 2020માં દેશના સૌથી મોટા 90 દાનવીરોએ કુલ 9324 કરોડ રુપિયા દાનમાં આપ્યા છે. દાનવીરોના આ લિસ્ટમાં 10 કરોડ રુપિયાથી વધારે દાન આપનારાઓની સંખ્યા બે વર્ષમાં બમણી થઈ છે. 2020માં આવા લોકોની સંખ્યા 80 પર પહોંચી છે. લિસ્ટમાં સામેલ દાતાઓની સરેરાશ વય 66 રુપિયા છે. ફ્લિપકાર્ટના કો ફાઉન્ડર બિની બસંલ 40 વર્ષના પહેલા એવા ડોનર છે જે આ લિસ્ટમાં સામેલ થયા છે. 

ભારતમાં સૌથી વધારે દાન અઝીમ પ્રેમજીએ કર્યુ છે. તેમણે 7904 કરોડ રુપિયા દાન કર્યા છે. જેમાંથી મોટાભાગનો ખર્ચ શિક્ષણના ક્ષેત્રમાં થયો છે. તે હિસાબે અઝીમ પ્રેમજીએ દરરોજ સરેરાશ ૨૨ કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું.

- Advertisement -

બીજા ક્રમે એચસીએલના શિવ નાડર છે. જેમણે 795 કરોડ રુપિયા સખાવતના કામમાં વાપર્યા છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝના ચેરમેન મુકેશ અંબાણીએ 458 કરોડ રુપિયા દાન કર્યુ છે. તેઓ ત્રીજા નંબરે છે. 

વેદાંતાના અનિલ અગ્રવાલે 215 કરોડ, પીરામલ એન્ટરપ્રાઈઝના અજય પીરામલે 196 કરોડ, નંદન નીલેકણીએ 159 કરોડ, હિન્દુજા ગ્રૂપના હિન્દુજા બ્રધર્સે 133 કરોડ, ગૌતમ અદાણીએ 88 કરોડ, ટોરેન્ટ ફાર્માના સુધીર મહેતા અને સમીર મહેતાએ 82 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું.

- Advertisement -


- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular