Wednesday, December 25, 2024
Homeરાજ્યગુજરાતકલ્યાણપુરના બાકોડીમાં વધુ 15 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન

કલ્યાણપુરના બાકોડીમાં વધુ 15 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન

આવશ્યક ચીજ વસ્તુઓ સિવાય તમામ દુકાનો સવારે 06 થી 01 ખુલ્લી રહેશે: ગ્રામજનોને સોશ્યલ ડિસ્ટનસીંગ જાળવવા અને માસ્ક પહેરવા પંચાયતની અપીલ

- Advertisement -

- Advertisement -

તાજેતરની પરીસ્થિતી ને જોતા હાલના સમયમાં જે કોવીડ-19 મહામારીમાં કેસોનો,સંક્રમણ વધી રહ્યું છે ત્યારે ઘણાં બધા ગામોમાં છેલ્લા ઘણા દિવસો થી સ્વૈચ્છિક લોકડાઉન જે રીતે કરવામાં આવી રહ્યું છે તે રીતે જામ-કલ્યાણપુર તાલુકાના બાંકોડી ગામમાં પણ અગાઉ તા.15.04.2021 થી તા.30.04.2021 સુધી ગામમાં સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય બાંકોડી સંયુક્ત ગ્રામ પંચાયત, સમસ્ત ગ્રામજનો,વડિલો અને દુકાનદાર ભાઈઓ દ્વારા કરવામાં આવ્યો હતો. તેનો સમય તા.30 એપ્રિલના રોજ પુરો થતા અને હજુ પણ હાલની સ્થિતિને જોતા તા.01.05.2021 થી તા.15.05.2021 સુધી ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન ચાલુ રાખવામાં આવે તેવું ગ્રામ પંચાયત અને સર્વે વડિલો,ગ્રામજનો અને વેપારી ભાઈઓ દ્વારા ચર્ચા વિચારણા બાદ નિર્ણય લેવામાં આવ્યો હતો.
જેથી આજે તા.01.05.2021 થી આગામી તા.30.05.2021 સુધી સવારે 06 વાગ્યાથી બપોરના 01 વાગ્યા સુધી બધી દુકાનો ખુલ્લી રાખી શકાશે બપોરના 01 વાગ્યાથી બીજા દિવસ સવારે 06 વાગ્યા સુધી બધીજ દુકાનો બંધ રાખવી. જરુરી કામ સીવાઈ બહાર નીકળવાનું ટાળવું અને મોઢા પર માસ્ક પહેરવું જેવી બાબતોનો પણ સર્વે એ ખ્યાલ રાખવો તેવુ બાંકોડી સંયુક્ત ગ્રામ પંચાયત કચેરી,સરપંચ અને વડિલોની યાદિમાં જણાવવામાં આવે છે. તેનું પાલન કરવા દરેક ગ્રામજનોને અપીલ કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular