Tuesday, December 24, 2024
Homeરાષ્ટ્રીયવેક્સિનની તંગી વચ્ચે રસીના 2.40લાખ ડોઝ ભરેલ કેન્ટેનર બિનવારસુ હાલતમાં મળી આવ્યું

વેક્સિનની તંગી વચ્ચે રસીના 2.40લાખ ડોઝ ભરેલ કેન્ટેનર બિનવારસુ હાલતમાં મળી આવ્યું

- Advertisement -

વધી રહેલા કોરોનાના સંક્રમણને નાથવા માટે દેશમાં વેક્સિનેશન અભિયાન શરુ કરવામાં આવ્યું છે. ત્યારે અનેક રાજ્યોમાં વેક્સીનની અછત પણ સર્જાઈ રહી છે. મધ્યપ્રદેશના નરસિંહપુર પાસે વેક્સિનના ડોઝ ભરેલી એક ટ્રક બીનવારસી હાલતમાં મળી છે.જેના પગલે સમગ્ર તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. વેક્સિનના 2.40 લાખ ડોઝ ભરેલ કન્ટેનર રસ્તાની  બાજુમાં પાર્ક થયેલ હોય અને ત્યાં ડ્રાઈવર કે અન્ય કોઈ વ્યક્તિ હાજર ન મળી આવતા આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.

- Advertisement -

મધ્યપ્રદેશના નરસિંહપુર પાસે વેક્સિનના ડોઝ ભરેલ એક કન્ટેનર બિનવારસુ હાલતમાં મળી આવ્યું છે. મળતી માહિતી મુજબ આ ટ્રકમાં રસીના 2.40લાખ ડોઝ હતા અને ટ્રક હૈદરાબાદથી પંજાબ જઈ રહી હતી. કન્ટેનરમાં 364 મોટા બોક્સમાં આ વેક્સિન સંગ્રહ કરેલ હતી જેની કિંમત રૂ.8 કરોડ બતાવવામાં આવી રહી છે. પોલીસે આ મામલે તપાસ કરતા 15 કિમી દુરથી ડ્રાઈવરનો મોબાઈલ મળ્યો છે પણ ડ્રાઈવરનો પતો નથી.લાવારિસ હાલતમાં મળેલા આ ટ્રકે સંખ્યાબંધ સવાલો ઉભા કર્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular