Tuesday, December 24, 2024
Homeરાષ્ટ્રીયતો, 18+ વેક્સિનેશન સુપરસ્પ્રેડર ઇવેન્ટ બની જશે

તો, 18+ વેક્સિનેશન સુપરસ્પ્રેડર ઇવેન્ટ બની જશે

દિલ્હીના નામાંકિત તબિબોએ વેક્સિનેશન સેન્ટરની સ્થિતિ જોતાં આપી ચેતવણી

- Advertisement -


દેશમાં આજે પહેલી મે થી શરૂ થયેલાં 18+ વેક્સિનેશન ના કાર્યક્રમને લઇને દિલ્હીના કેટલાંક નામાંકિત તબિબોએ ચેતવણીનો સુર ઉચ્ચારતા જણાવ્યું છે કે, વેક્સિનેશન દરમ્યાન જો કોવિડ પ્રોટોકોલનું પાલન કરવામાં નહીં આવે તો હાલની પરિસ્થિતિમાં આ ઇવેન્ટ સૂપરસ્પ્રેડર ઇવેન્ટ બની જશે.

- Advertisement -

તબીબોએ ચેતવણી આપતાં જણાવ્યું છે કે, હાલ કોરોનાનું સંક્રમણ ચરમસીમા એ છે. પોઝિટીવીટી દર સતત વધી રહ્યો છે હેલ્થકેર સિસ્ટમ જવાબ દઇ રહી છે. આવી સ્થિતિમાં લોકો ખાસ કરીને 18થી 45 વર્ષના યુવાઓ વેક્સિન માટે લાઇન લગાવી રહ્યા છે. એટલું જ નહીં અનેક વેક્સિનેશન સેન્ટર પર અફરાતફરી અને સોશ્યલ ડિસ્ટન્સનો સદંતર અભાવ જોવા મળ્યો છે. હાલની પરિસ્થિતિમાં જો આવી જ રીતે કોરોના એપ્રોપ્રિએટ ગાઇડલાઇનનું પાલન કર્યા વગર વેક્સિનેશન સેન્ટર પર ભીડ એકત્ર થશે. તો આ ઇવેન્ટ સુપરસ્પ્રેડર ઇવેન્ટ બની જશે. તેવી દહેશત વ્યકત કરવામાં આવી છે. આ અંગે તબીબોએ સરકારને પણ ચેતવી છે. એટલું જ નહીં, કોવિડ ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવા સાથે વેક્સિનેશન પ્રક્રિયા કરવામાં આવે તે માટે જણાવ્યું છે. અન્યથા ઉલ માંથી ચૂલમાં પડવા જેવી સ્થિતિ નિર્માણ પામવાની ગંભીર ચેતવણી પણ આપવામાં આવી છે. તબીબોએ લોકોને પણ નિયમોનું ચુસ્ત પાલન કરવા અને એકબીજાથી સલામત અંતર જાણવી રાખવા અપીલ કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular