સુરતની નવી સિવિલ હોસ્પિટલના કોવીડ વોર્ડમાં દર્દીઓના મોબાઈલની ચોરીની ઘટના સામે આવતા હોસ્પિટલના સીસીટીવીના આધરે એક ચોરની ધરપકડ કરવામાં આવી છે.સુરતના મજૂરાગેટ ખાતે આવેલી સિવિલ હોસ્પિટલની અંદર કોવિડ હોસ્પિટલ આવેલી છે. જ્યાંથી દર્દીઓના મોબાઈલ ફોન અને દાગીનાની ચોરીની ઘટનાઓ સામે આવતા પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીએસ CCTVના આધરે એક ચોરની મોબાઈલ સાથે ધરપકડ કરી છે.
સુરતના પાંડેસરા ખાતે રહેતો તેજસ ઉર્ફે રાજેન્દ્ર નામનો શખ્સ PPE કીટ પહેરીને સુરતની નવી સિવિલ હોસ્પિટલના કોવીડ વોર્ડમાં ઘુસીને દર્દીઓના મોબાઈલ અને દાગીનાની ચોરી કરતો હતો. જેને પોલીસે CCTVના આધારે પકડી પાડી ચોરીના 5મોબાઈલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.