Tuesday, December 24, 2024
Homeબિઝનેસભારતીય શેરબજારમાં ડેરિવેટિવ્ઝ વલણની શરૂઆતે ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્.…!!

ભારતીય શેરબજારમાં ડેરિવેટિવ્ઝ વલણની શરૂઆતે ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્.…!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૩૦.૦૪.૨૦૨૧ ના રોજ…..

- Advertisement -

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૪૯૭૬૫.૯૪ સામે ૪૯૩૬૦.૮૯ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૪૮૬૯૮.૦૮ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૮૭૧.૩૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૯૮૩.૫૮ પોઈન્ટના ઘટાડા સાથે ૪૮૭૮૨.૩૬ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૯૩૨.૨૫ સામે ૧૪૮૦૨.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૪૬૬૦.૩૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૨૯.૭૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૭૧.૯૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૪૯૩૨.૨૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

દેશભરમાં કોરોના વિસ્ફોટ થતાં હેલ્થ કટોકટીની સર્જાયેલી આ પરિસ્થિતિમાં આર્થિક મોરચે ભારતે મોટી કિંમત ચૂકવવી પડે એવા સ્પષ્ટ સંકેત સાથે ભારતીય શેરબજારમાં સપ્તાહની શરૂઆતથી સતત જોવા મળેલી તેજી બાદ આજે ફંડોએ ઓફલોડિંગ કરીને કડાકો બોલાવી દીધો હતો. કોરોનાના કહેરે દેશનું અર્થતંત્ર પડી ભાંગવાની સ્થિતિમાં આવી જવાની અગમચેતી જાણી ફંડો, મહારથીઓએ આગામી દિવસોમાં વધુ લાંબો સમય લોકડાઉનની ફરજ પડવાની શકયતાને ધ્યાનમાં લઈ તેજીનો મોટો વેપાર આજે બેંકિંગ-ફાઈનાન્સ શેરો પાછળ હળવો કર્યો હતો. 

- Advertisement -

કોરોના બીજી લહેરમાં ધારણા બહાર વિફરતાં અને ઘરે ઘરે કોરોનાના અનેક કેસોનો વિસ્ફોટ થતાં દેશ ગંભીર કટોકટીમાં ઘેરાઈ ગયાના સ્પષ્ટ આંકડાઓને લઈ ફંડોએ આજે શેરોમાં સાર્વત્રિક કડાકો બોલાવી દઈ મોટી મંદીના સંકેત આપી દીધા હતા. આર્થિક મોટી કટોકટીમાં દેશ ધકેલાઈ જવાની શકયતાએ દેશની બેંકોની હાલત આગામી દિવસોમાં વધુ કફોડી બનવાના સંકેતે આજે ફંડોએ શેરોમાં સાર્વત્રિક મોટી વેચવાલી કરી હતી.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૭% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર હેલ્થકેર, યુટિલિટીઝ, મેટલ અને ઓઈલ એન્ડ ગેસ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૧૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૯૦ અને વધનારની સંખ્યા ૧૩૫૪ રહી હતી, ૧૭૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૯૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૭૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતીય શેરબજારમાં લાંબા સમયથી અવિરત તેજી બાદ તેજીનો અતિરેક થઈ રહ્યો છે. કોરોના મહામારીથી ભારતમાં ફરી લોકડાઉનની ભીતિ ઊભી થતાં આગામી દિવસોમાં પરિસ્થિતિ વિકટ બનવાના સંજોગોમાં ભારતીય શેરબજારમાં આગામી દિવસોમાં પણ ફંડો – દિગ્ગજોએ બજારમાં ભારે બે તરફી અફડા તફડી ચાલુ રાખીને જે રીતે છેતરામણી ચાલ જોવા મળી રહી છે એને જોતાં આગામી દિવસોમાં સાવચેતી અત્યંત જરૂરી બની રહેશે. કોરોના સંક્રમણના પરિણામે વિશ્વ અત્યારે ત્રસ્ત છે ત્યારે આ મહામારીમાંથી ક્યારે મુક્ત થઈ શકાશે એ અનિશ્ચિત છે. આ પ્રવર્તમાન પરિસ્થિતિમાં અર્થતંત્રની ગાડી પુન:પટરી પર લાવવા આડે અનેક પડકારો છે. 

ભારતીય શેરબજારમાં સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો સતત વેચવાલ રહ્યા બાદ હવે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો – એફપીઆઈઝ દ્વારા ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી રહી છે. ભારતીય શેરબજારોમાં છેલ્લા બે સપ્તાહથી શેરોમાં વિક્રમી તેજીને વિરામ આપીને ફંડોએ તેજીનો વેપાર હળવો કરવા લાગ્યા છે જેને ધ્યાનમાં લેતાં આગામી દિવસોમાં ફોરેન ફંડોની વેચવાલી વધવાના સંજોગોમાં બે તરફી અફડા તફડી વધવાની પૂરી શક્યતા રહેશે.

તા.૦૩.૦૫.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૩૦.૦૪.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૪૬૬૦ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૪૪૭૪ પોઈન્ટના પ્રથમ અને ૧૪૪૦૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૪૭૦૭ પોઈન્ટ થી ૧૪૭૩૭ પોઈન્ટ ૧૪૮૦૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૪૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૩૦.૦૪.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૨૮૨૪ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૨૪૭૪ પોઈન્ટના પ્રથમ અને ૩૨૨૦૨ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૩૦૦૮ પોઈન્ટ થી ૩૩૨૭૨ પોઈન્ટ, ૩૩૩૭૩ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૩૩૭૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૨૦૦૭ ) :- ઇન્ટિગ્રેટેડ ઓઈલ & ગેસ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૯૭૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૯૬૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૦૩૩ થી રૂ.૨૦૪૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૦૪૭ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • એસ્કોર્ટસ લિમિટેડ ( ૧૧૨૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૧૦૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૦૮૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૧૪૭ થી રૂ.૧૧૬૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • વોલ્ટાસ લિમિટેડ ( ૯૫૯ ) :- રૂ.૯૩૩ નો પ્રથમ તેમજ રૂ.૯૧૯ ના બીજા સપોર્ટથી કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૯૭૭ થી રૂ.૯૯૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • એક્સિસ બેન્ક ( ૭૧૪ ) :- બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૩૪ થી રૂ.૭૪૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૬૯૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • સન ટીવી ( ૫૪૮ ) :- રૂ.૦૫ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૩૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક બ્રોડકાસ્ટિંગ & કેબલ ટીવી સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૫૬૫ થી રૂ.૫૭૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • ટાઈટન લિમિટેડ ( ૧૪૯૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ એપેરલ્સ & એસેસરીઝ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૦૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૪૭૭ થી રૂ.૧૪૬૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • રામકો સિમેન્ટ ( ૯૮૮ ) :- રૂ.૧૦૦૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૧૭ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૯૬૩ થી રૂ.૯૪૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૩૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • અમરરાજા બેટરી ( ૮૧૦ ) :- ઓટો પાર્ટ & એક્વિપમેન્ટ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૮૪૮ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૭૯૭ થી રૂ.૭૮૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • ટાટા કેમિકલ ( ૭૯૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કોમોડિટી કેમિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૮૧૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૭૭૦ થી રૂ.૭૪૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૮૩૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ભારત ફોર્જ ( ૬૧૨ ) :- ૬૪૬ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૬૫૬ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૫૯૭ થી રૂ.૫૮૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૬૭૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular