Tuesday, December 24, 2024
Homeબિઝનેસનિફ્ટી ફ્યુચર રેન્જ ૧૪૩૦૩ થી ૧૪૮૦૮ ધ્યાને લેવી...!!!

નિફ્ટી ફ્યુચર રેન્જ ૧૪૩૦૩ થી ૧૪૮૦૮ ધ્યાને લેવી…!!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!!

- Advertisement -

દેશ પર આવી પડેલા અનિશ્ચિત કોરોના કટોકટીના અસાધારણ સંકટથી એક તરફ હેલ્થ સિસ્ટમ પડી ભાંગવાની કગારે આવી જતાં અને બીજી તરફ એના પરિણામે અર્થતંત્ર ભાંગી પડવાની ભીતિ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશને આ સંકટમાથી ઊગારવા યુદ્વના ધોરણે પગલાં લેવાની શરૂઆત કરી દેવાતાં અને આ યુદ્વમાં કોર્પોરેટ જૂથો પણ જોડાઈ જઈને બનતી પૂરતી મદદે દોડી આવતાં તેમજ અમેરિકા, યુ.કે., ફ્રાંસ, જર્મની સહિતના દેશો પણ આ સંકટમાં ભારતમાં ભારતની મદદે આવી જતાં આ સંકટમાથી બહાર નીકળવાનું હવે વધુ મુશ્કેલ નહીં બને એવી અપેક્ષા વચ્ચે ગત સપ્તાહે ભારતીય શેરબજારમાં તેજી તરફી ચાલ જોવા મળી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં ઓક્સિજનની અછતને દૂર કરવા તાકીદે પગલાં લેતાં અને વેક્સિનેશન પ્રોગ્રામને ઝડપી બનાવવાના થઈ રહેલા પ્રયાસ સાથે દેશમાં સ્થાનિક બે વેક્સિન સિવાય અન્ય વિદેશી વેક્સિનોને તાકીદે સરકાર મંજૂરી આપી હોઈ ફાઈઝર પણ પોતાની વેક્સિન ભારતને વિના નફાએ પૂરી પાડવા તૈયાર હોવાના અહેવાલથી આગામી દિવસોમાં ફરી કોરોના કાબૂમાં આવી જવાની અપેક્ષા અને આર્થિક વૃદ્વિ વેગ પકડશે એવા અંદાજોએ ફોરેન ફંડોએ શેરોમાં તેજી કરી હતી.

- Advertisement -

દેશ અસાધારણ ઐતિહાસિક કોરોના મહામારીની કટોકટીમાં ફસડાઈ પડયો છે, ત્યારે આ કટોકટીમાંથી બહાર આવતાં કેટલો સમય લાગશે એની અનિશ્ચિતતા અને આ કટોકટીના પરિણામે ભારતનું અર્થતંત્ર ઘેરા સંકટમાં આવી જવાની ભીતિ સાથે ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૨માં દેશની આર્થિક વૃદ્વિ-જીડીપીને આ કોરોના વિસ્ફોટને લઈને વિવિધ રાજયોમાં થઈ રહેલા લોકડાઉનની માઠી અસર પડવાના અંદાજો છતાં આ પરિસ્થિતિને અવગણીને ફંડોએ ઘટાડે બજારને યુ-ટર્ન આપ્યો હતો.

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

- Advertisement -

વિશ્વભરમાં કોરોના મહામારીની બીજી લહેર ઝડપથી પ્રસરતા વૈશ્વિક અર્થતંત્રને નવેસરથી ફટકો પડયો છે. હાલ વિશ્વભરમાં વેક્સિનેશન કામગીરી ઝડપથી આગળ વધી રહી હોવા છતાં સંખ્યાબંધ દેશોમાં સંક્રમણમાં મોટાપાયે વધારો થયો છે. સંક્રમણમાં વધારો થતા અનેક દેશોમાં પ્રતિબંધો અમલી બનતા ફરી એકવાર ગત વર્ષ જેવો જ માહોલ ઉદ્ભવ્યો છે. વૈશ્વિક સ્તરે જો સંક્રમણમાં ઘટાડો નહીં થાય અને માંગમાં વધારો નહીં થાય તો ૨૦૨૫ સુધીમાં વૈશ્વિક અર્થતંત્રને ૯ ટ્રીલીયન ડોલરનો ફટકો પડશે.

કોરોના વાઈરસની અસરમાંથી અર્થતંત્ર ઝડપથી સુધરી રહ્યું હોવા છતાં અન્ય સરળ નીતિઓ માટેની પોતાની કટિબદ્ધતાનો ફેડરલ રિઝર્વે પૂનરોચ્ચાર કર્યો બાદ અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દર શૂન્યથી ૦.૨૫% ની રેન્જમાં જાળવી રાખવાનો નિર્ણય લેવાયો હતો. અર્થતંત્રમાં રિકવરી હજુ અસ્પષ્ટ છે અને તે સંપૂર્ણ સ્તરે પહોંચવાથી દૂર છે અને વધુ પ્રગતિ જોવા મળવામાં થોડોક સમય લાગશે. કોરોનાની કટોકટીએ અર્થતંત્ર પર હજુપણ દબાણ ચાલુ રાખ્યું છે અને આર્થિક આઉટલુક સામેનું જોખમ હજુ પણ ચાલુ રહેશે એમ ફેડરલ ચેરમેન જેરોમ પોવેલે જણાવ્યું હતું.

વિશ્વમાં છઠ્ઠા ક્રમાંકના અર્થતંત્ર એવા ભારતમાં પણ દૈનિક ત્રણ લાખ કેસ નોંધાઈ રહ્યા છે. જે ખૂબ જ ચિંતાજનક બાબત છે. આમ, હાલ જે રીતે કેસોમાં વધારો થઇ રહ્યો છે તે જોતા એમ કહી શકાય કે નજીકના ભવિષ્યમાં આ સ્થિતિમાં સુધારો થવાની સંભાવના ખૂબ ઓછી છે. સંક્રમણનો બીજો તબક્કો ખૂબ ઝડપથી પ્રસરતા વિવિધ રાજ્યો દ્વારા લોકડાઉન સહિતના અન્ય પગલાં ભરાતા વિવિધ સ્તરે આર્થિક ગતિવિધીઓ રૂંધાવાની શરૂઆત થઇ ચૂકી છે. ઉદ્ભવેલ આ પ્રતિકૂળ સ્થિતિના કારણે એમએસએમઇ દ્વારા ફરી એકવાર લોન મોરેટોરિયમની માંગ કરાઈ છે.

એમએસએમઇ ઇન્ડસ્ટ્રીના જણાવ્યા મુજબ હાલ દેશના ૧૦ રાજ્યોમાં લોકડાઉનની સ્થિતિ પ્રવર્તી રહી છે. આ સંજોગોમાં તેમનું પેમેન્ટ રોકાઈ જવા પામ્યું છે. પેમેન્ટ અટવાતા તેની સીધી અસર વર્કિંગ કેપિટલ પર થઇ રહી છે. આ સંજોગોમાં બેંક લોનની પરત ચૂકવણી પણ અઘરી બની છે. સંક્રમણને કાબુમાં લાવવા વિવિધ રાજ્ય સરકારો દ્વારા અમલી બનાવાયેલ પ્રતિબંધો તેમજ દેશના વિવિધ શહેરો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સ્વયંભૂ બંધ પળાતુ હોવાના કારણે રીટેલ ઉદ્યોગને પણ મોટો ફટકો પડયો છે.

બજારની ભાવી દિશા….

દેશના વિવિધ રાજ્યોમાં કોરોનાના ફરીથી વધેલા કેસોને કારણે લાગુ થઈ રહેલા નિયમનોથી આર્થિક વૃદ્ધિ સામે અનિશ્ચિતતા ઊભી થઈ છે. દેશમાં કોરોનાના કેસમાં ઝડપી વધારો અર્થતંત્રની હાલની રિકવરી સામે મોટો પડકાર બની રહ્યો છે અને નાણાં વર્ષ ૨૦૨૧-૨૨ માટે તેના આર્થિક વિકાસ દરના અંદાજોમાં ઘટાડા તરફી ફેરબદલ આવવાની વૈશ્વિક રેટિંગ એજન્સીઓ દ્વારા શકયતા વ્યકત કરવામાં આવી રહી છે. કોરોનાની બીજી લહેરને કારણે ભારતના આર્થિક વિકાસ દરની વૃદ્ધિ પણ જોખમમાં જણાઈ રહી હોવાનું તથા વેપારમાં ખલેલ પડવાની પણ એજન્સી દ્વારા શકયતા વ્યકત કરવામાં આવી છે. 

કોરોના સંક્રમણના પરિણામે વિવિધ રાજયોમાં ફરી લોકડાઉન લાગુ કરવાની પડી રહેલી ફરજ સાથે સાથે કોરોના વેક્સિનેશન પ્રોગ્રામ પણ ઝડપી આગળ વધી રહ્યો હોઈ આગામી દિવસોમાં આ સંક્રમણને રોકવામાં સફળતા મળવાના સંજોગોમાં બજારો પરનું જોખમ પણ હળવું થઈ શકે છે. મારા મતે જેમ જેમ વેક્સિનેશન પ્રોગ્રામ વ્યાપક બનશે તેમ તેમ સ્થિતિમાં સુધારો જોવા મળશે.

કોરોનાના રસીકરણ અભિયાન હેઠળ મોટાભાગની વસતિને આવરી લેવાયા બાદ વર્તમાન નિયંત્રણો હળવા બનશે અને તેને પરિણામે આર્થિક ગતિવિધિઓને નોંધપાત્ર વેગ મળશે, જેનાથી ભારતીય અર્થતંત્રમાં વૃદ્ધિ જોવાશે. આગામી દિવસોમાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોના થઈ રહેલા રોકાણ પ્રવાહ પર નજર સાથે વેક્સિનેશનના ડેવલપમેન્ટ તેમજ આંતરરાષ્ટ્રીય મોરચે અમેરિકી ડોલર સામે રૂપિયા સહિતની મૂલ્યમાં વધઘટ અને વૈશ્વિક બજારોની ચાલ પર ભારતીય શેરબજારની નજર રહેશે.

મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…કેમ ખરું ને..!!!

નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૧૪૬૬૦ ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૪૪૭૪ પોઇન્ટના પ્રથમ અને ૧૪૩૦૩ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૧૪૭૩૭ પોઇન્ટથી ૧૪૮૦૮ પોઇન્ટ,૧૪૮૮૮ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૧૪૮૮૮ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૩૨૮૨૪ ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૨૦૦૮ પોઇન્ટના પ્રથમ અને ૩૧૬૦૬ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે ૩૩૦૦૮ પોઇન્ટથી ૩૩૩૦૩ પોઇન્ટ, ૩૩૪૭૪ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૩૪૭૪ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક……

) શારદા કોર્પ ( ૩૦૪ ) :- એગ્રો કેમિકલ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૮૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૭૩ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૩૨૩ થી રૂ.૩૩૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે....!! રૂ.૩૪૩ ઉપર તેજી તરફી ધ્યાન...!!!

) વીએ ટેક વેબેગ ( ૨૫૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૨૪૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૨૩૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૨૬૨ થી રૂ.૨૭૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

) પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ ( ૨૩૬ ) :- રૂ.૨૧૮ નો પ્રથમ તેમજ રૂ.૨૦૮ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૨૫૩ થી રૂ.૨૬૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે ….!!!

) ધામપુર સુગર ( ૨૩૪ ) :- સુગર સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૨૫૩ થી રૂ.૨૬૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.૨૧૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો……..!!

) એપેકસ ફ્રોઝન ( ૨૧૪ ) :- રૂ.૧૯૪ નો પ્રથમ તેમજ રૂ.૧૮૦ ના સ્ટોગ સપોર્ટથી પેકેજ ફૂડસ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૨૩૩ થી રૂ.૨૪૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!

) એપટેક લિમિટેડ ( ૨૦૮ ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૧૮૮ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૨૧૭ થી રૂ.૨૨૩ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!

) નોસિલ લિમિટેડ ( ૧૮૬ ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૧૭૭ ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.૧૯૪ થી રૂ.૨૦૨ ના સંભવિત ભાવની શક્યતા છે…!!

) જેકે પેપર ( ૧૪૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પેપર & પેપર પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૩૦ આસપાસ રોકાણકારે રૂ.૧૫૩ થી રૂ.૧૬૦ ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૧૧૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો...!!

ટ્રેડીંગ સંદર્ભે ફ્યુચર સ્ટોક ધ્યાને લઈએ તો ……

) એચડીએફસી લિમિટેડ ( ૨૪૪૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આ ફ્યુચર સ્ટોક રૂ.૨૩૭૦ ના સપોર્ટથી ખરીદવાલાયક..!!  હાઉસિંગ ફાઇનાન્સ સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૨૪૭૪ થી રૂ.૨૫૦૭ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે….!!

) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૨૦૦૭ ) :- આ સ્ટોક રૂ.૧૯૭૭ નો પ્રથમ તેમજ રૂ.૧૯૬૦ ના બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે. ફયુચર ટ્રેડીંગ સંદર્ભે ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૨૦૩૩ થી રૂ.૨૦૬૦ સુધી ની તેજી તરફ રુખ  નોંધાવશે..!!

) ઓરબિંદો ફાર્મા ( ૯૮૪ ) :- ૧૩૦૦ શેર નું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂ.૯૪૪ નો પ્રથમ તેમજ રૂ.૯૩૦ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! ફાર્મા સેક્ટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૦૩ થી રૂ.૧૦૧૩ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે….!!

) એસીસી લિમિટેડ ( ૧૮૮૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૯૦૯ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૧૯૧૯ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૧૮૪૮ થી રૂ.૧૮૩૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૯૩૦ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

) ઈન્ડીગો ( ૧૬૩૪ ) :- રૂ.૧૬૭૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૭૦૦ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! ટૂંકાગાળે રૂ.૧૬૦૬ થી રૂ.૧૫૯૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૧૭૧૭ ઉપર તેજી તરફી ધ્યાન… !!

) ઇન્ડસઇન્ડ બેન્ક ( ૯૩૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૯૬૦ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૯૭૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૯૦૯ થી રૂ.૮૯૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૯૯૩ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

રોકાણ સંદર્ભે સ્મોલ સેવિંગ્ઝ સ્ટોક ધ્યાને લઈએ તો ……

) બોદાલ કેમિકલ ( ૯૯ ) :- સ્પેશિયાલીટી કેમિકલ સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.૧૦૮ થી રૂ.૧૧૬ ના ભાવની સંભાવના ધરાવે છે…!!રૂ.૯૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

) રેલિગેર એન્ટરપ્રાઇઝ  ( ૮૮ ) :- ડિલેવરીબેઇઝ રોકાણકારે ફાઈનાન્સિયલ સર્વિસ સેક્ટરનાં આ સ્ટોકને રૂ.૮૦ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેડિંગ સંદર્ભે રૂ.૯૪ થી રૂ.૧૦૩ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!!

) પ્રિકોલ લિમિટેડ ( ૭૪ ) :- ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૬ નો પ્રથમ તેમજ રૂ.૬૦ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! ઓટો પાર્ટ & એક્વિપમેન્ટ સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે રૂ.૮૩ થી રૂ.૯૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

) જમના ઓટો ( ૬૮ ) :- રૂ.૬૦ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.૭૪ થી રૂ.૮૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!!રૂ.૮૦ ઉપર તેજી તરફી ધ્યાન…..!!

શેરબજાર જોખમી તબક્કામાં…!! સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ નોંધાશે…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular