કલ્યાણપુર તાલુકાના બારીયાધાર વિસ્તારમાં આવેલા એક મંદિરથી થોડે દૂર બાવળની ઝાડીમાં ધમધમતી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી પર સ્થાનિક પોલીસે દરોડો પાડયો હતો.
આ સ્થળે બારીયાધાર- રાવલ વિસ્તારના રહીશ લખુ રણમલભાઈ સરવૈયા નામનો પચાસ વર્ષનો આધેડ પંદર લીટર દેશી દારૂ, 550 લીટર દારૂ બનાવવાના આથા ઉપરાંત દારૂની ભઠ્ઠીના જુદા જુદા સાધનો સાથે ઝડપાઇ ગયો હતો. આ દરોડા દરમિયાન અન્ય એક શખ્સ પોપટ સુકાભાઈ વાઘેલા (રહે. રાવલ) નામનો શખ્સ નાસી છૂટ્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયુ છે. આ બનાવ અંગે કલ્યાણપુર પોલીસે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.


