Saturday, December 6, 2025
Homeવિડિઓકાલાવડમાં ભાજપ અગ્રણીઓ દ્વારા 50 બેડનું કોવિડ સેન્ટર શરૂ કરાયું

કાલાવડમાં ભાજપ અગ્રણીઓ દ્વારા 50 બેડનું કોવિડ સેન્ટર શરૂ કરાયું

કોરોનાની બીજી લહેર ઘાતક સાબીત થઇ રહી છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ ખુબ મોટા પ્રમાણમાં વધી રહ્યું છે. હોસ્પિટલોમાં બેડ ખૂટી રહ્યા છે. ત્યારે આ મહામારીમાં જામનગરના કાલાવડમાં ભાજપ અગ્રણીઓ દ્વારા સામાજીક અગ્રણીઓને સાથે રાખી જેપીએસ સ્કૂલ ખાતે 50 બેડના કોવીડ કેર સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કોવિડ સેન્ટરમાં 40 ઓકિસજન વગરનાબેડ તથા 10 ઓકિસજન વાળા બેડની સુવિધા ઉપલબ્ધ કરાઇ છે. જેથી લોકોને તાત્કાલીક ધોરણે સારવાર મળી શકે અને ગંભીર બીમારીમાં ન સપડાઇ. આ કોવિડ સેન્ટરમાં દર્દીઓને રહેવા-જમવાની વ્યવસ્થા સાથે નિષ્ણાંત ડોકરટરોની સુવિધા પણ મળશે. આ મહામારી દરમ્યાન કોવિડ સેન્ટર શરૂ થતાં કાલાવડ તાલુકાના લોકોને ફાયદો થશે.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular