દેવભુમિ દ્વારકા જિલ્લાના ઓખામાં ભૂંગા વિસ્તારમાં સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન ક્રિકેટનો ડબ્બો ચલાવતા શખ્સને રોકડ અને ટીવી તથા મોબાઇલ સહિતના 25150 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ,ઓખાના ભુંગા વિસ્તારમાં સ્થાનિક પોલીસે ગત સાંજે હિરેન રતિલાલભાઈ લાલ નામના 37 વર્ષના વેપારી યુવાનના રહેણાક મકાનમાં દરોડો પાડી, આ શખ્સને ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમી પૈસાની હાર-જીતની કરતા દબોચી લીધો હતો.
ઝડપાયેલા આ વખતે પોલીસે રૂા.3950 રોકડા ઉપરાંત બે મોબાઇલ ફોન, ટીવી, સેટઅપ બોક્સ વિગેરે મળી કુલ રૂપિયા 25,150 નો મુદ્દામાલ કબજે કરી જુગારધારાની કલમ મુજબ જરૂરી કાર્યવાહી કરી હતી.
ઉપરોક્ત શખ્સ દ્વારા રાજકોટના રહીશ ફિરોજ નામના શખ્સ પાસેથી આઈ.ડી. લઇ, ત્રણ ટકા આપી અને અન્ય એક આરોપી એવા રાજકોટના મહેબૂબ સાથે ક્રિકેટનો સટ્ટો રમતા હોવાનું પોલીસમાં જાહેર થયું છે.