Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લામાં 615 અને રાજ્યમાં 8595 દર્દીઓએ કોરોનાને હરાવ્યો

જામનગર જિલ્લામાં 615 અને રાજ્યમાં 8595 દર્દીઓએ કોરોનાને હરાવ્યો

24 કલાક દરમિયાન શહરમાં 407 પોઝિટિવ અને 353 દર્દીઓ સાજા થયા : ગ્રામ્ય વિસ્તારમાં 314 નવા કેસ જ્યારે 262 દર્દીઓએ કોરોનાને માત આપી : તંત્ર દ્વારા 17 મોત નિપજ્યાનું જાહેર

- Advertisement -

જામનગર શહેર જિલ્લા ફરતે કોરોનાનો અજગરી ભરડો સ્થિતિ કાબૂ બહાર જઇ રહી છે. જામનગરમાં કોરોના મહામારીનું સંક્રમણ અનેક ગણી ઝડપે વધી રહ્યું છે. પોઝિટીવ દર્દીઓની સંખ્યા 700 ને પાર થઈ ચૂકી છે. છેલ્લાં 24 કલાક દરમિયાન જામનગર શહેરમાં 407 અને ગ્રામ્યના 314 કેસ મળી 721 કેસ નોંધાયા છે. તો 615 દર્દીઓએ કોરોનાને હરાવવામાં સફળ રહેતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જામનગરમાં છેલ્લાં 24 કલાક દરમિયાન 17 દર્દીઓના મોત નિપજ્યા હોવાનું તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

- Advertisement -

જામનગર જિલ્લામાં કોરોના પોઝિટીવનો આંક 700 ને પાર થઈ ચૂકી છે. જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલમાં બેડ પણ ફુલ થઇ ચૂક્યા છે. જી.જી.હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની લાઇનો લાગી છે. એમ્બ્યુલન્સમાં પણ દર્દીની સારવાર આપવામાં આવી રહી છે. કોરોનાનું સંક્રમણ વધતાં પરિસ્થિતિ વણસતી જઇ રહી છે. જામનગર શહેરમાં 407 પોઝિટીવ કેસ સામે આવ્યા છે. જ્યારે 353 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. આ ઉપરાંત જામનગર ગ્રામ્ય વિસ્તારમાં કુલ 314 પોઝિટીવ કેસ નોંધાયા છે. જ્યારે 262 દર્દીઓએ કોરોનાને મ્હાત આપતા ડિસ્ચાર્જ કરાયા છે. જામનગર શહેરમાં અત્યાર સુધીમાં કુલ 321914 સેમ્પલનું પરીક્ષણ થયું છે. જામનગર ગ્રામ્યમાં અત્યાર સુધીમાં કુલ 245665 સેમ્પલનું પરીક્ષણ થયું છે. કોવિડ હોસ્પિટલ પોઝિટીવ દર્દીથી ઉભરાઇ રહી છે. છેલ્લાં 24 કલાક દરમિયાન જામનગરમાં 17 દર્દીઓના મોત થી અરેરાટી ફેલાઈ ગઇ છે. જિલ્લામાં દરરોજ થતા મૃત્યુથી લોકોમાં ભય ફેલાઈ ગયો છે.

ગુજરાત રાજ્યમાં છેલ્લાં એક માસથી કોરોના સંક્રમણ વધતું જાય છે અને પોઝિટિવ કેસોની સંખ્યાની સાથે સાથે મૃત્યુદર પણ વધતો જાય છે. પ્રથમ લહેર કરતા કોરોનાની આ બીજી લહેર ઝડપી અને ઘાતક બની ગઈ છે જેને અટકાવવા માટે વિશ્ર્વનો એક પણ દેશ સફળ રહ્યો નથી. રાજ્યમાં છેલ્લાં 24 કલાક દરમિયાન 14120 પોઝિટિવ કેસ નોંધાયા હતાં. જ્યારે 174 દર્દીઓના મોત નિપજ્યા છે અને 8595 દર્દીઓએ કોરોનાને માત આપી હતી તેમજ રાજ્યમાં 1,35,256 લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં 5672 અને 26 મોત તથા સુરત કોર્પોરેશનમાં 1764 અને 16 મોત, વડોદરા કોર્પોરેશનમાં 622 પોઝિટિવ અને 11 મોત તથા જામનગર કોર્પોરેશનમાં 407 કેસ અને 14 ના મોત તેમજ જામનગર ગ્રામ્યમાં 314 પોઝિટિવ કેસ અને 11 મોત રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા હતાંં.

- Advertisement -

તેમજ જામનગરમાં 24 કલાક દરમિયાન 44 દર્દીઓના મોત નિપજ્યા છે. જો કે, આ આંકડો બિનસત્તાવાર છે. દરરોજના પ્રમાણમાં આજે મૃત્યુઆંકનો ઘટાડો રાહતરૂપી બન્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular