કોરોનાની મહામારી વચ્ચે ભારત ઓક્સિજનની તંગીનો સામનો કરી રહ્યું છે. તેવામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્રારા નિર્ણય લેવામાં આવ્યો છે કે PM Cares Fund માંથી 1 લાખ પોર્ટેબલ ઓક્સિજન કન્સન્ટ્રેટરની ખરીદી કરવામાં આવશે. આ ઉપરાંત 500 નવા ઓક્સિજન પ્લાન્ટને મંજુરી આપવામાં આવી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ હાઈ લેવલ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રધાનમંત્રીએ નિર્દેશ આપ્યો કે આ ઓક્સિજન કન્સન્ટ્રેટરને વહેલી તકે ખરીદવી જોઈએ અને કોવિડ -19 ના સૌથી વધુ કેસ ધરાવતા રાજ્યોને પૂરા પાડવામાં આવે. અગાઉ, સરકારે પીએમ કેરેસ ફંડમાંથી 713 પીએસએ પ્લાન્ટ સ્થાપવાની મંજૂરી આપી છે.
પીએમ મોદીએ ટ્વિટ દ્રારા આ માહિતી આપતા જણાવ્યું છે કે ‘એક લાખ પોર્ટેબલ ઓક્સિજન કન્સન્ટ્રેટર ખરીદવામાં આવશે, સાથે સાથે પીએસએ કેરેસ ફંડમાંથી 500 વધુ પીએસએ ઓક્સિજન પ્લાન્ટની મંજૂરી આપવામાં આવી છે. આ જિલ્લા મુખ્યાલય અને શહેરોમાં ઓક્સિજન ઉપલબ્ધતામાં સુધારો કરશે. ‘
આ 500 પીએસએ ઓક્સિજન પ્લાન્ટોની સ્થાપના DRDO અને વિજ્ઞાનિક તથા ઓદ્યોગિક અનુસંધાન પરિષદ દ્વારા બનાવવામાં આવેલ ટેકનોલોજી અને ડોમેસ્ટીક મેન્યુફેકચરર દ્રારા કરવામાં આવશે.