Wednesday, December 25, 2024
Homeરાજ્યગુજરાતવડોદરાના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં ફાટી નીકળી ભીષણ આગ, 10કિમી સુધી ધુમાડા દેખાયા...

વડોદરાના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં ફાટી નીકળી ભીષણ આગ, 10કિમી સુધી ધુમાડા દેખાયા : જુઓ વિડીઓ

- Advertisement -

વડોદરાના રેલ્વે સ્ટેશન પાસે આવેલા અલકાપુરી ગરનાળામાં આજે બપોરે લાગેલી ભીષણ આગના પગલે વાહન વ્યવહાર ખોરવાયો હતો. વડોદરાના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા માર્ગોમાં અલ્કાપુરી ગરનાળુ મુખ્ય છે. શહેરનો મોટાભાગનો વાહન વ્યવહાર આ નાળા મારફતે થતો હોય છે. પરંતુ અચાનક વિકરાળ આગ ફાટી નીકળતા આસપાસના વિસ્તારોમાં દોડધામ મચી ગઈ હતી. આગના ધૂમાડા 10 કિ.મી. દૂર સુધી દેખાયા હતા.અને રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં-1 સુધી આગ પહોંચી ગઇ હતી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું મનાઈ રહ્યું છે.

- Advertisement -

રેલવે સ્ટેશન વિસ્તારમાં લાગેલી ભીષણ આગના પરિણામે  ફાયરબ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઇ છે અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યાં છે. અલકાપુરી અને સયાજીગંજ વિસ્તારને જોડતુ ગરનાળુ વાહન વ્યવહાર માટે બંધ થઇ ગયું હતું. આ ગરનાળામાંથી શહેર વિસ્તારને ગેસનો પુરવઠો પુરી પડતી મેઇન લાઇન પણ પસાર થતી હોવાથી બનાવની ગંભીરતા ખૂબ જ વધી ગઈ હતી. પરંતુ ગેસ વિભાગના અધિકારીઓએ સમયસૂચકતા દાખવી ગેસ પુરવઠો રોકી દેતા બીજી હોનારત ટળી હતી. ઉપરાંત ટ્રેનનો વ્યવહાર પણ બંધ હોવાથી રેલ્વેના વાહનવ્યવહાર પર પણ કોઈ અસર પડી નથી. આગ એટલી ભીષણ હતી કે આખું ગરનાળું આગની ભઠ્ઠીમાં ફેરવાઈ ગયું હતું

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular